PM Modi નો રાષ્ટ્રસેવામાં 25માં વર્ષમાં પ્રવેશ!
- PM નરેન્દ્ર મોદીના રાષ્ટ્રસેવાના 24 વર્ષ પૂર્ણ
- 24 વર્ષ પૂર્વે આજના દિવસે લીધા હતા શપથ
- 7 ઓક્ટોબર 2001ના રોજ CM બન્યા હતા
7 ઓક્ટોબર, 2001 એ ભારતના રાજકારણના ઇતિહાસમાં મૂક ક્રાંતિનો દિવસ હતો, જ્યારે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સંઘના સ્વયંસેવકથી ભાજપના સંગઠનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવનાર નરેન્દ્રભાઈ મોદીએ આ દિવસે ગુજરાતમાં સત્તાનું સુકાન સંભાળ્યું હતું. અત્યાર સુધી ચૂંટણીના રાજકારણથી યોજનો દૂર રહેલા નરેન્દ્ર મોદીએ 51 વર્ષની ઉંમરમાં પહેલી વખત ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તે સમયે ભલે તેમની પાસે કોઈ વહીવટી અનુભવ ન હતો, પરંતુ દેશભરના લોકો સાથે પાયાના સ્તરે ગાઢ જોડાણ કરીને મેળવેલા સૂક્ષ્મ અનુભવોનો મૂલ્યવાન ભંડાર જરૂરથી હતો. તેમને એક એવું રાજ્ય વારસામાં મળ્યું, જે વિનાશક ભૂકંપ, મંદીના સંકેતો આપી રહેલી અર્થવ્યવસ્થા અને સામાજિક અશાંતિ પછીની અનિશ્ચિતતાઓ સામે ઝઝૂમી રહ્યું હતું. તેમ છતાં, થોડાં જ મહિનાઓમાં તેમના નેતૃત્વના ગુણોની સાથે તેમના વહીવટી કૌશલ્ય અને દૂરંદેશી વિચારસરણીનું એક દુર્લભ અને અનોખું સંયોજન લોકોની નજર સમક્ષ ઉભરવા લાગ્યું.


