ફેક્ટરી માલિકના પિતાનું પણ આગની ઘટનામાં મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
શુક્રવારે રાત્રે પશ્ચિમ દિલ્હીના મુંડકામાં ભીષણ આગમાં 27 લોકો જીવતા બળી ગયા હતા, જ્યારે ઘણા લોકો હજુ પણ ગુમ હોવાના સમાચાર છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકો ખરાબ રીતે દાઝી ગયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના બાદ અત્યાર સુધીમાં 100થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. વળી, શુક્રવારે મોડી રાત્રે ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસા
Advertisement
શુક્રવારે રાત્રે પશ્ચિમ દિલ્હીના મુંડકામાં ભીષણ આગમાં 27 લોકો જીવતા બળી ગયા હતા, જ્યારે ઘણા લોકો હજુ પણ ગુમ હોવાના સમાચાર છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 12 લોકો ખરાબ રીતે દાઝી ગયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ ઘટના બાદ અત્યાર સુધીમાં 100થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. વળી, શુક્રવારે મોડી રાત્રે ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવી હતી. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેમને સાંજે 4.40 વાગ્યે આગની માહિતી મળી હતી. આ પછી 30 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડીંગમાં બનેલી ઘટના બાદ પોલીસે પહેલા ફેક્ટરી માલિકો હરીશ ગોયલ અને વરુણ ગોયલની અટકાયત કરી અને પછી ધરપકડ કરી છે.
વરુણ ગોયલ અને સતીશ ગોયલની દિલ્હી પોલીસે ઇરાદાપૂર્વકના આરોપસર ધરપકડ કરી છે. મળી રહેલી માહિતી અનુસાર, મુડકામાં કોમર્શિયલ બિલ્ડીંગમાં લાગેલી આગના સંબંધમાં ધરપકડ કરાયેલા ફેક્ટરીના આ બે માલિકોના પિતાનું પણ આગમાં મૃત્યુ થયું છે. અમરનાથ ગોયલ ફેક્ટરીમાં એક કાર્યક્રમમાં હાજર હતા ત્યારે તેઓ આગની ઝપટમાં આવી ગયા હતા અને બળીને ખાખ થઈ ગયા હતા.
મુંડકા દુર્ઘટના બાદ બિલ્ડિંગમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ સાથે બિલ્ડિંગને ફાયર વિભાગ તરફથી એનઓસી પણ મળી ન હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ઈમારતમાંથી 60 થી 70 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. દુર્ઘટના સમયે બિલ્ડિંગમાં ચાલી રહેલી ઓફિસમાં કોન્ફરન્સ ચાલી રહી હતી, જેમાં હાજરી આપવા માટે બહારગામથી મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા.
Advertisement
સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં એક હેલ્પ ડેસ્ક સેટ કરવામાં આવ્યો છે જ્યાં ગઈકાલે મુંડકામાં આગની ઘટનામાં ઘાયલ થયેલા લોકોને દાખલ કરવામાં આવ્યા છે. સિવિલ ડિફેન્સ ઓફિસર, એસપી તોમર કહે છે, "જેના પ્રિયજનો ગુમ થયા છે અથવા ઘાયલ થયા છે, તેમને મદદ કરવા માટે આ હેલ્પ ડેસ્ક સેટ કરવામાં આવ્યો છે, જેથી તેઓને સાચી માહિતી મળી શકે." સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં સુનિલ કુમાર, સિવિલ ડિફેન્સે કહ્યું કે, અમને 28 વ્યક્તિ ગુમ થવાની ફરિયાદો મળી છે. અમે ફરિયાદીઓની વિગતો અને ગુમ થયેલ વ્યક્તિ સાથેના તેમના સંબંધો એકત્રિત કરી રહ્યા છીએ. અમે DM પશ્ચિમ તરફથી હેલ્પલાઇન નંબર મૂક્યો છે. અમને કોઈપણ માહિતી મળતાં જ તેમને જાણ કરવામાં આવશે.
દિલ્હીના મુંડકા આગને લઇને DCP સમીર શર્માએ કહ્યું કે, બચાવ મિશન ચાલુ છે. NDRF વધુ મૃતદેહો છે કે કેમ તેની તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં 27 મૃતદેહો મળી આવ્યા છે, જેમાંથી 25ની ઓળખ થઈ નથી. બેની ઓળખ થઇ છે. ફોરેન્સિક ટીમ ડીએનએ સેમ્પલની તપાસ કરશે. 27-28 ગુમ થવાની ફરિયાદો આવી છે.
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત ઘણા નેતાઓએ દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન પાસેની બિલ્ડિંગમાં આગને કારણે થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. વળી, વડાપ્રધાન મોદીએ મૃતકોના પરિજનોને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયા વળતરની જાહેરાત કરી છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, દિલ્હીમાં ભીષણ આગને કારણે લોકોના મૃત્યુથી ખૂબ જ દુઃખી છું, મારી સંવેદના શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું.
ઉલ્લેખનીય છે કે, આ ઘટના મુંડકાના પિલર નંબર 545 પાસે એક બિલ્ડિંગમાં બની હતી, જેને ઇલેક્ટ્રિક સામાનનું વેરહાઉસ કહેવામાં આવે છે. આ ઘટનાએ ઉપહાર સિનેમામાં લાગેલી આગની ઘટનાની યાદ અપાવી છે. આ દર્દનાક ઘટનામાં હજુ પણ ઘણા લોકોના મોત થવાની આશંકા છે. NDRF તેનું બચાવ કાર્ય ચલાવી રહી છે, જેમાં મૃત્યુઆંક વધી શકે છે.


