Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પહેલીવાર ચર્ચમાં ગયેલી છોકરીએ પાદરીને કર્યું 'હાય ફાઈવ'

આજકાલ  સોશિયલ  મીડિયા પર લાખોમાં  વિડીયો  વાયરલ  થઇ રહ્યા  છે. ત્યારે  કયો વિડીયો  કયારે  વાયરલ  થશે તેની કોઈને ખબર રહેતી નથી. ત્યારે  એવો  જ એક નાની બાળકીનો વિડીયો વાયરલ થઇ રહ્યો  છે. લોકો આ વીડિયોને ખૂબજ  પસઁદ  કરી રહ્યા છે.આ વિડીયોમાં બાળકની માસૂમિયત એવી છે કે કોઈ ધારી પણ ન શકે. તમે ઘણીવાર પાદરીને ચર્ચની અંદર લોકોને પ્રાર્થના કરતા અને આશીર્વાદ આપતા જોયા હશે.પરંતુ એવું ભાગ્યે જ બન્ય
પહેલીવાર ચર્ચમાં ગયેલી છોકરીએ  પાદરીને કર્યું  હાય ફાઈવ
Advertisement
આજકાલ  સોશિયલ  મીડિયા પર લાખોમાં  વિડીયો  વાયરલ  થઇ રહ્યા  છે. ત્યારે  કયો વિડીયો  કયારે  વાયરલ  થશે તેની કોઈને ખબર રહેતી નથી. ત્યારે  એવો  જ એક નાની બાળકીનો વિડીયો વાયરલ થઇ રહ્યો  છે. લોકો આ વીડિયોને ખૂબજ  પસઁદ  કરી રહ્યા છે.
આ વિડીયોમાં બાળકની માસૂમિયત એવી છે કે કોઈ ધારી પણ ન શકે. તમે ઘણીવાર પાદરીને ચર્ચની અંદર લોકોને પ્રાર્થના કરતા અને આશીર્વાદ આપતા જોયા હશે.પરંતુ એવું ભાગ્યે જ બન્યું હશે કે જ્યારે કોઈને આશીર્વાદ આપતી વખતે આવું કંઈક થયું હોય , જેના પર પૂજારી પોતે હસવા  લાગે. વાસ્તવમાં એક છોકરી પ્રાર્થના માટે પહેલીવાર ચર્ચમાં ગઈ. તેની એક્શન જોઈને તમે પણ હસી પડશો. માતા સાથે પાદરી પાસે જતાં જ તેણે 'હાય ફાઈવ' આપ્યું.
વાયરલ થઈ રહેલા વિડીયોમાં પહેલીવાર એક છોકરી તેની માતા સાથે આશીર્વાદ લેવા માટે ચર્ચમાં પાદરી પાસે પહોંચી હતી. ત્યારે જ પૂજારી છોકરીને આશીર્વાદ આપવા હાથ ઊંચો કરે છે. છોકરીને આ વાત સમજાઈ નહીં, તે મૂંઝાઈ ગઈ અને પૂજારીના હાથમાં હાઈ-ફાઈવ આપી દીધું. આ કરતી વખતે પૂજારી પોતે હસવા લાગ્યા. આ જોઈને ત્યાં હાજર લોકો પણ ખૂબ હસવા લાગ્યા. આ જોઈને બાળકીની માતા પણ હસવા લાગી. ઈન્ટરનેટ પર વિડીયો  લોકોને  ખૂબ  જ પસઁદ  આવી રહ્યો છે.
આ વિડીયો ઈન્ટરનેટ પર ઘણો વાયરલ થયો હતો. આ વિડીયો  જોયા બાદ લોકો બાળકની માસૂમિયતને ક્યૂટ પણ કહી રહ્યા છે. એટલું જ નહીં, આ વિડીયોને અત્યાર સુધીમાં 18 લાખથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે.
Tags :
Advertisement

.

×