Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાલિકાની ચૂંટણીને પાંચ વર્ષનો સમય પૂરા થવાના ત્રણ દિવસ બાકી છે ત્યારે સામાન્ય સભા યોજાઈ

દેવગઢ બારીયા નગરપાલિકામાં પાંચ વર્ષના ટર્મ પુરા થવાના ત્રણ દિવસ બાકી છે ત્યારે સામાન્ય સભા યોજાઈ સામાન્ય સભામાં અનેક મુદ્દાઓ ચર્ચા સાથે બજેટની પણ જાહેરાત કરવામાં આવી ઉપપ્રમુખ સહિત અન્ય સભ્યોએ પાલિકાની કેટલીક કામગીરીનો વિરોધ દર્શાવ્યો હતો.દેવગઢ બારીયા નગર પાલિકા ની પાંચ વર્ષની ટર્મ પૂરી થવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાલિકા પ્રમુખ દ્વારા આજરોજ સામાન્ય સભા યોજી હતી જેમà
પાલિકાની ચૂંટણીને પાંચ વર્ષનો સમય પૂરા થવાના ત્રણ દિવસ બાકી છે ત્યારે સામાન્ય સભા યોજાઈ
Advertisement

દેવગઢ બારીયા નગરપાલિકામાં પાંચ વર્ષના ટર્મ પુરા થવાના ત્રણ દિવસ બાકી છે ત્યારે સામાન્ય સભા યોજાઈ સામાન્ય સભામાં અનેક મુદ્દાઓ ચર્ચા સાથે બજેટની પણ જાહેરાત કરવામાં આવી ઉપપ્રમુખ સહિત અન્ય સભ્યોએ પાલિકાની કેટલીક કામગીરીનો વિરોધ દર્શાવ્યો હતો.

દેવગઢ બારીયા નગર પાલિકા ની પાંચ વર્ષની ટર્મ પૂરી થવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાલિકા પ્રમુખ દ્વારા આજરોજ સામાન્ય સભા યોજી હતી જેમાં અનેક મુદ્દાઓને લઈને ચર્ચા થઈ હતી ત્યારે સામાન્ય સભાની સાથે પાલિકા પ્રમુખે બજેટ પણ રજુ કર્યુ હતુ આ સભામાં ગણતરીના સભ્યો હાજર રહ્યા હતા જેમાં ઉપપ્રમુખે પાલિકાની કેટલીક કામગીરી ને લઈ વિરોધ નોંધાવ્યો હતો 2017 ની એક કામગીરીમાં પ્રમુખશ્રી સભ્યો સામે રિકવરી આવી હતી ત્યારે ફરીથી આવી રિકવરી આવવાના સંકેતો પણ દેખાઈ રહ્યા હોવાનુ ચર્ચા રહી રહ્યું હતું.

પાલિકાના 24 સભ્યોમાંથી 10 સભ્ય હાજર રહ્યા 
પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારીયા નગરપાલિકામાં આજરોજ સામાન્ય સભા યોજાઈ હતી પાંચ વર્ષનો ટર્મ પૂરા થવાની ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાલિકા પ્રમુખ દ્વારા સામાન્ય સભાનું આયોજન કર્યું હતું જેમાં પાલિકાના 24 સભ્યોમાંથી 10 સભ્ય હાજર રહ્યા હતા ત્યારે આ સામાન્ય સભામાં પાલિકા દ્વારા કરવામાં આવેલી કેટલીક કામગીરીઓને લઈ પાલિકાના સત્તાધીશો એ તેનો વિરોધ કર્યો હતો જેમાં પાલિકા એક સભ્ય એ પાલિકા દ્વારા નગરમાં પીકઅપ સ્ટેન્ડ જે બનાવવામાં આવી રહ્યા છે તે કયા ઠરાવના આધારે આ પીકપ સ્ટેન્ડ બનાવી રહ્યા છે અને જે જગ્યાએ પીકઅપ સ્ટેન્ડ ની જરૂર નથી તેવી જગ્યાએ આડેધડ પીકઅપ સ્ટેન્ડ પાલિકા દ્વારા બનાવતા હોવાને લઈ ખોટો ખર્ચો થતો હોવાને લઈ અન્ય પાલિકા સભ્ય એ પણ આ પિકઅપ સ્ટેન્ડ નો વિરોધ કર્યો હતો

પાલિકા દ્વારા કેટલાક એવા પણ ખર્ચ કરવામાં આવ્યા છે
આ સામાન્ય સભામાં મુખ્યત્વે નગરના શુક્રવારી બજારમાંનો મનોરંજન પ્લોટ જે સ્ટેટ વખતથી દશેરાના મેળા માટે અનામત રાખવામાં આવ્યો હતો તે પ્લોટમા હોકર્શ ઝોન અંતર્ગત પતરાના ફોલ્ડિંગ શેડ બનાવી દેતા  આ  હોકર્શ ઝોન બનાવવાની મંજુરી મેળવવા કયારે ઠરાવ કર્યો અને કયા સભ્યોએ આ ઠરાવ માં સહી કરી છે તે બાબતે પાલિકા ના ઉપપ્રમુખે પુછતા જાણે પાલિકા પ્રમુખ કે પછી પાલિકા અઘિકારી પાસે આ બાબતે કોઈ યોગ્ય જવાબ ના હોય તેમ જાણે અવઢ માં મુકાયા હોય તેમ જોવાઈ રહ્યું હતું ત્યારે પાલિકા દ્વારા અન્ય એવા કેટલાક કામોને લઈને પણ પાલિકા ઉપપ્રમુખે પ્રમુખ તેમજ ચીફ ઓફિસર ને અનેક સવાલો કરતા પાલિકાના વહીવટની જાણે પોલ ખૂલી હોય તેમ જોવાઈ રહ્યું હતું પાલિકાના ઉપપ્રમુખને જો નગરમાં થયેલી કામગીરી અંગે માહિતી ન હોય તો અન્ય સભ્ય તેમજ નગરજનોને સાચી માહિતી ક્યાંથી મળે પાલિકા દ્વારા કેટલાક એવા પણ ખર્ચ કરવામાં આવ્યા છે કે જેની ગમે ત્યારે રિકવરી થઈ શકે તેવી પણ હાજર સભ્યોમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું. આમ દેવગઢ બારીયા પાલિકાની સામાન્ય સભામાં ઉપપ્રમુખે જ પાલિકાની પોલ ખોલી હોય તેમ દેખાઈ આવ્યું 

સામાન્ય સભાની હાજરી પત્રકમાં જે સહી કરે છે 
પાલિકામાં યોજાયેલ સામાન્ય સભામાં 24 સભ્યોમાંથી 10 સભ્ય હાજર રહ્યા હતા ત્યારે ગેરહાજર રહેલા સભ્યો માં ગેર હાજર રહેવાનું કારણ કઈક અલગ ચર્ચાઇ રહ્યું હતુ જેમાં જે સભ્યો આ સામાન્ય સભામાં હાજર રહી સામાન્ય સભાની હાજરી પત્રકમાં જે સહી કરે છે તે સહી ઓ નો ઉપયોગ ઠરાવમાં કરવામાં આવે છેસામાન્ય સભામાં પાલિકાના સભ્યો તેમજ પાલિકા ઉપપ્રમુખ દ્વારા વિકાસના કામોની માહિતી પૂછતા તેમજ નવીન બની રહેલા પિક અપ સ્ટેન્ડની માહિતી પૂછતા પ્રમુખ તેમજ ચીફ ઓફિસર જવાબના આપી શકતા પ્રમુખના પતિ દ્વારા દરમ્યાન ગિરિ કરી કરવા જતા ઉપપ્રમુખે તેમને બેસી જવા જણાવ્યું હતું આમ આ પાલિકાનો વહીવટ અત્યાર સુધી પ્રમુખના પતિ દ્વારા કરવામાં આવ્યો હોય તેમ જોવાઈ રહ્યું હતું
એક કરોડ સાત લાખ પુરાત વાળું બજેટ રજુ કર્યું હતું
પાલિકાની સામાન્ય સભામાં પાલિકા પ્રમુખ દ્વારા બજેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ યોજનાઓ અંતર્ગત 49કરોડ ની આવક સાથે એક કરોડ સાત લાખ પુરાત વાળું બજેટ રજુ કર્યું હતું જેમાં પણ પાલિકાના કેટલા સભ્યોએ મંજૂરી આપી કે નથી આપી તેને લઈને પણ પાલિકાના સભ્યોમાં છૂપો ગણગણાટ દેખાઈ રહ્યો હતો.સામન્ય સભામાં પત્રકારોની હાજરી જોઈને પાલિકા અધિકારી સહિત પાલિકા પદા અધિકારી ઓ જાણે સ્તંભ થઈ ગયા હોય તેમ દેખાઈ રહ્યું હતું ત્યારે પત્રકારોને લઈ પાલિકા સત્તાધિશો એ પણ આ સામાન્ય સભા વહેલી પૂરી કરી હોય તેમ જોવાઈ રહ્યું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.

×