માતા તેની પુત્રીને 'ગુડ ટચ, બેડ ટચ' સમજાવી રહી હતી ત્યારે જ બાળકીએ આ ખુલાસો કર્યો !
રાજસ્થાનના જોધપુરમાં માસુમ બાળકી પર ચાર વર્ષ પહેલા દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો હતો. જયારે બાળકીની માતા બાળકીને 'ગુડ ટચ, બેડ ટચ' વિશે સમજાવી રહી હતી ત્યારે જ બાળકીએ એવું કંઇક કહ્યું, જે સાંભળીને બાળકીની માતાઅવાક્ થઇ ગઇ હતી. બાળકીએ માતાને કહ્યું હતું કે તેની સાથે ચાર વર્ષ પહેલા સ્કુલમાં ખોટુ કામ થયું હતું. ચાર વર્ષ પહેલા ડાન્સ ટીચરે દુષ્કર્મ કર્યુ જોધપુરમાં રહેતી 9 વર્ષની બાળક
Advertisement
રાજસ્થાનના જોધપુરમાં માસુમ બાળકી પર ચાર વર્ષ પહેલા દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો હતો. જયારે બાળકીની
માતા બાળકીને 'ગુડ ટચ, બેડ ટચ' વિશે સમજાવી રહી હતી ત્યારે જ બાળકીએ એવું કંઇક કહ્યું, જે સાંભળીને બાળકીની માતાઅવાક્ થઇ ગઇ હતી. બાળકીએ માતાને કહ્યું હતું કે તેની સાથે ચાર વર્ષ પહેલા સ્કુલમાં ખોટુ કામ થયું હતું.
ચાર વર્ષ પહેલા ડાન્સ ટીચરે દુષ્કર્મ કર્યુ
જોધપુરમાં રહેતી 9 વર્ષની બાળકીએ તેની માતાને કહ્યું હતું કે 2018માં સ્કુલમાં એન્યુઅલ ફંકશન હતું અને તે ડાન્સની પ્રેક્ટીસ કરવા ગઇ હતી ત્યારે સ્કુલના જ ડાન્સ ટીચરે તેની સાથે ગંદી હરકતો કરી હતી. ટીચર ડાન્સ પ્રેક્ટીસ વખતે જ તેને બાથરુમમાં લઇ ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. બાળકીએ આ વાતનો ખુલાસો કરતાં જ માતા સીધી પોલીસ સ્ટેશન પહોંચી હતી.
ડાન્સ ટીચરે ધમકી આપતા બાળકી ગભરાઇ ગઇ
બાળકીની માતાએ પોતાની પુત્રી પર થયેલા અત્યાચારની સઘળી વાતો પોલીસને જણાવી હતી. પોલીસે બાળકીનું મેડિકલ પરિક્ષણ કરાવ્યું ત્યારે બહાર આવ્યું હતું કે તેની સાથે દુષ્કર્મ થયું હતું. જેથી પોલીસે ડાન્સ ટીચર સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો અને તેની ધરપકડ પણ કરી લીધી હતી. પોલીસ તપાસમાં બાળકીએ જણાવ્યું હતું કે જયારે ટીચરે તેની સાથે ગંદી હરકત કરી ત્યારે તેને ધમકી પણ આપી હતી અને ડરાવીને કહ્યું હતું કે જો તેણે આ વાત કોઇને કહી તો તેને તે મારી નાખશે.બાળકી આ સાંભળીને ગભરાઇ ગઇ હતી અને તેણે પરિવારના કોઇ સભ્યને તેની વાત કરી ન હતી.
' ગુડ ટચ, બેડ ટચ' સમજાવ્યો ત્યારે ભાંડો ફુટયો
બાળકીની માતાએ પોલીસને જણાવ્યું હતું કે તેમની પુત્રી ઘણાં દિવસોથી ડરેલી જોવા મળતી હતી પણ તેણે કોઇને કંઇ પણ જણાવ્યું ન હતું. તે વારંવાર કહેતી હતી કે તેને માથામાં દુખે છે અને પોતાની દુનિયામાં જ ખોવાયેલી રહેતી હતી. ઘણી વાર ડોકટરને પણ બતાવ્યું હતુ પણ કંઇ જાણવા મળ્યું ન હતું. માતાએ કહ્યું હતું કે હમણાં તેણે પોતાની બાળકીને પાસે બેસાડી હતી અને 'ગુડ ટચ અને બેડ ટચ' વિશે જણાવી રહી હતી ત્યારે પુત્રીએ તેની સાથે થયેલા દુષ્કર્મનો ખુલાસો થયો હતો અને તે વાત સાંભળી તે હોશકોશ ગુમાવી ચુકી હતી અને સીધી પોલીસ પાસે આવી ગઇ હતી.


