સ્કૂલમાં ટીચર સાથે છોકરીઓએ કર્યો આવો ડાન્સ, VIDEO જોઈને લોકો બન્યા ફેન
આજકાલ સોશિયલ મીડિયા પર લાખોમાં વિડીયો વાયરલ થતાં હોય છે ત્યારે કયો વિડીયો કયારે વાયરલ થશે તેનો ખ્યાલ રહેતો નથી. આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો હોય છે જે લોકોના હ્રદયને સ્પર્શી જતાં હોય છે, તો ઘણીવાર એવા પણ વિડીયો જોવા મળી જાય છે કે જે જોઈને તમે હસવાનું રોકી શકો નહીં.આજકાલ બાળકોમાં ડાન્સનો ક્રેઝ વધુ જોવા મળે છે. ઘણા એવા વાલીઓ પણ તેમના બાળકોને ડાન્સ ક્લાસમાં મુકવા માટે ઉત્àª
Advertisement
આજકાલ સોશિયલ મીડિયા પર લાખોમાં વિડીયો વાયરલ થતાં હોય છે ત્યારે કયો વિડીયો કયારે વાયરલ થશે તેનો ખ્યાલ રહેતો નથી. આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો હોય છે જે લોકોના હ્રદયને સ્પર્શી જતાં હોય છે, તો ઘણીવાર એવા પણ વિડીયો જોવા મળી જાય છે કે જે જોઈને તમે હસવાનું રોકી શકો નહીં.
આજકાલ બાળકોમાં ડાન્સનો ક્રેઝ વધુ જોવા મળે છે. ઘણા એવા વાલીઓ પણ તેમના બાળકોને ડાન્સ ક્લાસમાં મુકવા માટે ઉત્સુક હોય છે. તેમાં પણ જ્યારે શિક્ષક શાળાની અંદર બાળકોને ડાન્સ શીખવવાનું શરૂ કરે, તો તેનાથી સારું શું હોઈ શકે.
ત્યારે આ વાઈરલ થઈ રહેલા વિડીયોમાં વિદ્યાર્થિનીઓ વારાફરતી ડાન્સ કરતી જોવા મળી રહી છે. વિદ્યાર્થિનીઓ સાથે શિક્ષક પણ ડાન્સ કરતા જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા આ વિડીયોની ઘણા યુઝર્સે પ્રશંસા પણ કરી છે. વિદ્યાર્થિનીઓ અને શિક્ષકના આ બોન્ડિંગે પણ ઘણા લોકોને પ્રભાવિત કર્યા છે. કેટલાક યુઝર્સે હાર્ટ ઈમોજીસ મોકલ્યા તો કેટલાકે આ ડાન્સને સુંદર ગણાવ્યો છે.
આ વિડીયોએ ઘણા લોકોના હ્રદય જીતી લીધા છે. માત્ર એક જ દિવસમાં આ વિડીયોને એક હજારથી વધુ લાઈક્સ અને લાખોમાં શેર કરવામાં આવ્યો છે.


