Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સરકારે કરી દીધો ખુલાસો, એક વર્ષમાં આટલી વાર વધાર્યાં પેટ્રોલ-ડીઝલના ભાવ

2021-22ના વર્ષમાં સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં પાછું વળીને જોયું નથી. હવે ખુદ સરકારે સંસદને જાણ કરી છે કે તેના દ્વારા આ વર્ષમાં કેટલી વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો છે. આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાના એક સવાલના જવાબમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને ગેસ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ રાજ્યસભામાં લેખિત જવાબમાં જણાવ્યું કે 2021-2022 દરમિયાન પેટ્રોલના ભાવમાં 78 વખત વધારો à
સરકારે કરી દીધો ખુલાસો  એક વર્ષમાં આટલી વાર વધાર્યાં પેટ્રોલ ડીઝલના ભાવ
Advertisement
2021-22ના વર્ષમાં સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારવામાં પાછું વળીને જોયું નથી. હવે ખુદ સરકારે સંસદને જાણ કરી છે કે તેના દ્વારા આ વર્ષમાં કેટલી વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરાયો છે. આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાના એક સવાલના જવાબમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને ગેસ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ રાજ્યસભામાં લેખિત જવાબમાં જણાવ્યું કે 2021-2022 દરમિયાન પેટ્રોલના ભાવમાં 78 વખત વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે ડીઝલના દરમાં 76 વખત વધારો કરવામાં આવ્યો હતો. 



Advertisement

આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ સરકારને પૂછ્યો સવાલ 
આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાએ સરકારને સવાલ પૂછ્યો હતો કે એક વર્ષમાં કેટલી વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.  રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે રાજ્યસભામાં મારા પ્રશ્નના જવાબમાં, કેન્દ્ર સરકારે સ્વીકાર્યું કે છેલ્લા એક વર્ષમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 78 વખત અને 76 વખત વધારો કરવામાં આવ્યો છે. 
Advertisement


પેટ્રોલ-ડીઝલ પર 16 લાખ કરોડની એક્સાઈઝ ડ્યુટી વસૂલી 
આપ સાંસદ ચઢ્ઢાએ કહ્યું કે 2016 અને 2022 દરમિયાનના છ વર્ષમાં ઈંધણ પર લાદવામાં આવેલી એક્સાઈઝ ડ્યુટીને કારણે સરકારને 16 લાખ કરોડની આવક થઈ હતી. તેમણે કહ્યું કે સરકાર સંસદમાં મોંઘવારીની ચર્ચા કરવા કે તેનો ઉકેલ લાવવા પણ માગતી નથી. 



Tags :
Advertisement

.

×