બેડવાના મૃતકના પરિવારને ત્વરીત સહાય ચુકવતી સંવેદનશીલ સરકાર
આણંદ જિલ્લાના બેડવા ગામે તાજેતરમાં બનેલા ખુનના બનાવના મૃતક જયદિપભાઇના પરિવારને ગુજરાત સરકારના અત્યાચાર સહાય ધારા હેઠળ સામાજીક ન્યાય અને આધિકારિતા વિભાગ દ્વારા રૂ. 8,25,000ની સહાય મંજુર કરવામાં આવી છે. જે અંતર્ગત સાંસદ મિતેષભાઇ પટેલના હસ્તે ભોગ બનનારના માતા સોનલબેનને પ્રથમ હપ્તાના રૂ. 4,12,500ની ચુકવણી કરવામાં આવી હતી.ઝડપી સહાય ચુકવાઈસાંસદ મિતેષભાઇ પટેલે મૃતક જયદિપભાઇ વાલ્મિકીને શ્à
Advertisement
આણંદ જિલ્લાના બેડવા ગામે તાજેતરમાં બનેલા ખુનના બનાવના મૃતક જયદિપભાઇના પરિવારને ગુજરાત સરકારના અત્યાચાર સહાય ધારા હેઠળ સામાજીક ન્યાય અને આધિકારિતા વિભાગ દ્વારા રૂ. 8,25,000ની સહાય મંજુર કરવામાં આવી છે. જે અંતર્ગત સાંસદ મિતેષભાઇ પટેલના હસ્તે ભોગ બનનારના માતા સોનલબેનને પ્રથમ હપ્તાના રૂ. 4,12,500ની ચુકવણી કરવામાં આવી હતી.
ઝડપી સહાય ચુકવાઈ
સાંસદ મિતેષભાઇ પટેલે મૃતક જયદિપભાઇ વાલ્મિકીને શ્રધ્ધાંજલી આપીને તેમના પરિવારને હૈયાધારણા આપતા જણાવ્યું હતું કે, એક પરિવારે તેમનો દિકરો ગુમાવ્યો છે તેની ખોટ પુરી શકાય નહી પરંતુ આપણાથી બનતી સહાય ચોક્કસ કરી શકીએ. ગુજરાતની સંવેદનશીલ સરકારે આરોપી પર ત્વરિત પગલા ભરી કાર્યવાહી કરી છે અને મૃતકના પરિવારને ખુબ જ ઝડપથી સહાય આપી છે.
અધિકારીઓનો આભાર માન્યો
તેમણે સરકાર તરફથી કરવામાં આવેલ ત્વરીત કામગીરીને આવકારીને મૃતકના ઘર સુધી તાત્કાલિક સહાય પહોંચાડવા બદલ સંબંધિત તમામ અધિકારીઓનો આભાર માન્યો હતો. તેમજ ભવિષ્યમાં આવા બનાવ ન બને તે માટે કામ કરવાની હૈયાધારણા આપી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારી વિમલ બારોટ, અનુસુચિત જાતિ કલ્યાણ નાયબ નિયામક એ. કે. શેખ, તેમજ પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત રહી મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


