Ambaji | ખોરજ ગામનો ઐતિહાસિક પગપાળા સંઘ પહોંચ્યો અંબાજી
દરમિયાન, સંપૂર્ણ મંદિર પરિસર 'બોલ મારી અંબે, જય જય અંબે' નાં નાદથી ગૂંજી ઊઠ્યું હતું.
Advertisement
Khoraj Pagpala Sangh : ખોરજ ગામથી શ્રી સિદ્ધિ ગ્રૂપનાં ચેરમેન મુકેશભાઈ પટેલની (Mukeshbhai Patel) આગેવાનીમાં અંબાજી પગપાળા સંઘે 29 ઓગસ્ટનાં રોજ પ્રસ્થાન કર્યું હતું. ત્યારે આજે ખોરજ ગામનો ઐતિહાસિક પગપાળા સંઘ શક્તિપીઠ અંબાજી ધામ પહોંચ્યો છે. શ્રી સિદ્ધિ ગ્રૂપનાં ચેરમેન મુકેશભાઈ પટેલ, ગુજરાત ફર્સ્ટના MD જસ્મીનભાઈ પટેલે (Jasminbhai Patel) પગપાળા સંઘમાં આવેલા અન્ય માઈભક્તો સાથે મંદિરમાં માતાજીનાં દર્શન કર્યા હતા અને ધ્વજારોહણ કર્યું હતું. દરમિયાન, સંપૂર્ણ મંદિર પરિસર 'બોલ મારી અંબે, જય જય અંબે' નાં નાદથી ગૂંજી ઊઠ્યું હતું.
Advertisement


