Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મહિલાની છાતી પર શિંગડું નિકળી આવ્યું, જોઈને ડોક્ટરો પણ ચકરાવે ચડી ગયા

મેડિકલ સાયન્સના ક્ષેત્રમાં અવાર નવાર અજીબો ગરીબ કિસ્સાઓ સામે આવતા હોય છે. આ કિસ્સાઓના પગલે ઘણી વખત ડોક્ટરો પણ ચકરાવે ચડી જતા હોય છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેણે ડોક્ટરોના હોંશ ઉડાવી દીધા છે. હાલમાં મલેશિયાથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક મહિલાની છાતીમાં શિંગ નીકળ્યું હતું. પહેલા મહિલાને તે જગ્યાએ ખંજવાળ આવવા લાગી અને પછી ત્યાં શિંગ જોતા જ મહિલાના હોશ ઉડી ગય
મહિલાની છાતી પર શિંગડું નિકળી આવ્યું  જોઈને
ડોક્ટરો પણ ચકરાવે ચડી ગયા
Advertisement

મેડિકલ સાયન્સના ક્ષેત્રમાં અવાર નવાર અજીબો ગરીબ કિસ્સાઓ સામે આવતા હોય
છે. આ કિસ્સાઓના પગલે ઘણી વખત ડોક્ટરો પણ ચકરાવે ચડી જતા હોય છે. આવો જ એક કિસ્સો
પ્રકાશમાં આવ્યો છે. જેણે ડોક્ટરોના હોંશ ઉડાવી દીધા છે. હાલમાં
મલેશિયાથી એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક મહિલાની છાતીમાં શિંગ
નીકળ્યું હતું. પહેલા મહિલાને તે જગ્યાએ ખંજવાળ આવવા લાગી અને પછી ત્યાં શિંગ જોતા
જ મહિલાના હોશ ઉડી ગયા.


Advertisement

આ ઘટના મલેશિયાના એક શહેરની છે. મળતી
માહિતી મુજબ શરૂઆતમાં આ મહિલાને તેની છાતીમાં ખંજવાળ શરૂ થઈ
, પછી તેણે વિચાર્યું કે આ સામાન્ય ખંજવાળ છે. પરંતુ જ્યારે તેમને વધુ
તકલીફો થવા લાગી
, ત્યારે તેમણે દવા શરૂ કરી પરંતુ તેમ
છતાં તેનો ફાયદો ન થયો. તે પછી તેણે જોયું કે તેના પર કંઈક બહાર આવી રહ્યું છે.
જ્યારે તે ફરી ડૉક્ટર પાસે પહોંચી ત્યારે તેની તપાસ કરવામાં આવી.
ડોકટરોની ટીમને તપાસમાં જાણવા મળ્યું કે તે એક પ્રકારનું શિંગડું છે
અને તે ધીરે ધીરે વધી રહ્યું છે. મહિલાને ડૉક્ટરોએ કહ્યું હતું કે સમયસર તેની
સારવાર કરવી જરૂરી છે
, નહીં તો તેનું કદ અને લંબાઈ ઘણી મોટી
થઈ શકે છે. અને એવું જ થયું
. મહિલાની છાતી પર નીકળેલું આ શિંગડું ધીમે ધીમે પાંચ સેન્ટિમીટરનું થઈ
ગયું. ડોક્ટરોએ નક્કી કર્યું કે હવે તેને સર્જરી દ્વારા દૂર કરવામાં આવશે.

Advertisement


ડોક્ટરોએ સર્જરી કરીને મહિલાના
શરીરમાંથી આ શિંગડું કાઢી નાખ્યું. તેમણે જણાવ્યું કે આ શિંગ મહિલાની છાતી પર
દુર્લભ ત્વચાના ચેપને કારણે બહાર આવ્યું હતું. ડૉક્ટરોએ એ પણ અહેવાલ આપ્યો કે તે
ત્વચીય શિંગડા છે જે કેરાટિન
, વાળ, ત્વચા અને નખમાં પ્રોટીનના સંચયને કારણે થાય છે. જોકે, સારી વાત એ છે કે તેને સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યું છે.

 

Tags :
Advertisement

.

×