ભારતીય ટીમને મળશે નવો કેપ્ટન, રેસમાં આ ખેલાડી છે સૌથી આગળ
વરિષ્ઠ ઓપનર કેએલ રાહુલ જંઘામૂળની ઈજાને કારણે બર્મિંગહામમાં જુલાઈમાં શરૂ થનારી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ જશે. આ ઈજાના કારણે તે સાઉથ આફ્રિકા સામે ટી20 સીરીઝ પણ રમી શક્યો ન હતો. રિષભ પંતને તેની ગેરહાજરીમાં સુકાનીપદ સોંપવામાં આવ્યું હતું, પરંતુ રિષભ પંત પણ આયર્લેન્ડ સામેની બે મેચની T20 શ્રેણીમાં હાજર રહેશે નહીં. આવી સ્થિતિમાં કયો ખેલાડી કેપ્ટનશિપની રેસમાં છે, આ વાત સામે આવી છે.હાર્દિક પàª
Advertisement
વરિષ્ઠ ઓપનર કેએલ રાહુલ જંઘામૂળની ઈજાને કારણે બર્મિંગહામમાં જુલાઈમાં શરૂ થનારી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ જશે. આ ઈજાના કારણે તે સાઉથ આફ્રિકા સામે ટી20 સીરીઝ પણ રમી શક્યો ન હતો. રિષભ પંતને તેની ગેરહાજરીમાં સુકાનીપદ સોંપવામાં આવ્યું હતું, પરંતુ રિષભ પંત પણ આયર્લેન્ડ સામેની બે મેચની T20 શ્રેણીમાં હાજર રહેશે નહીં. આવી સ્થિતિમાં કયો ખેલાડી કેપ્ટનશિપની રેસમાં છે, આ વાત સામે આવી છે.હાર્દિક પંડ્યાને આયર્લેન્ડ વિરૂદ્ધ લિમિટેડ ઓવરોની ટીમની કમાન સોંપવામાં આવી શકે છે, કારણ કે હાલમાં ટી-20 ટીમની કમાન સંભાળી રહેલા ઋષભ પંત સાઉથ આફ્રિકા સામેની સિરીઝ પૂરી થતાં જ ઈંગ્લેન્ડ પહોંચી જશે. કેએલ રાહુલની ઈજાના કારણે પંતને ટીમની કપ્તાની મળી હતી. તે જ સમયે, નિયમિત કેપ્ટન રોહિત શર્મા ઈંગ્લેન્ડ પ્રવાસ પર બાકીની ટેસ્ટ મેચ માટે પહેલાથી જ રવાના થઈ જશે. આવી સ્થિતિમાં એકમાત્ર વિકલ્પ હાર્દિક પંડ્યા હશે.
બીસીસીઆઈના એક અધિકારીએ પીટીઆઈને કહ્યું, "રાહુલ જંઘામૂળની ઈજામાંથી સાજો થઈ રહ્યો નથી. ટેસ્ટ ટીમના સભ્યો આજે મુંબઈમાં ભેગા થઈ રહ્યા છે અને મોડી રાત્રે ત્યાંથી નીકળી જશે. રાહુલ ટીમ સાથે નથી. તેને ફિટ થવામાં સમય લાગશે. અને સપ્તાહના અંતે તેણે ફિટનેસ ટેસ્ટ આપવો પડી શકે છે.તેના સમયસર સ્વસ્થ થવાની આશા ઓછી છે.
પંત ઉપરાંત, કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ શમી સહિતના બાકીના ખેલાડીઓ 1 થી 5 જુલાઈ દરમિયાન રમાનારી ટેસ્ટ માટે ગુરુવારે સવારે યુકે જવા રવાના થશે. ગયા વર્ષની શ્રેણી દરમિયાન બાકીની એક ટેસ્ટ માટે રાહુલના વિકલ્પ પર વિચાર કરવામાં આવી રહ્યો નથી કારણ કે શુભમન ગિલ અને પૂજારા ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે.એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે પંત આયર્લેન્ડ સામેની ટી-20 શ્રેણીમાં નહીં રમે, તેથી હાર્દિક પંડ્યાને કમાન સોંપવામાં આવી શકે છે. અધિકારીએ આ વિશે જણાવ્યું હતું કે, "મોસ્ટ સિનિયર ખેલાડી દિનેશ કાર્તિક છે અને ભુવનેશ્વર કુમાર પણ ટીમમાં છે, પરંતુ જો વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા હોત, તો આ સ્થિતિમાં તેને કેપ્ટનશિપ આપવામાં આવે તેવી શક્યતા વધુ છે."


