આ જેલના કેદીઓને મળે છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન, મળ્યું ફાઇવ સ્ટાર રેટીંગ
સામાન્ય રીતે માનવામાં આવે છે કે જેલનું ભોજન ગુણવત્તાવાળુ હોતું નથી. જાડી રોટલી અને પાણી જેવી દાળ કેદીઓને પીરસવામાં આવે છે તેવી લોકોમાં માન્યતા છે. જો કે ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જેલમાં ફાઇવ સ્ટાર કક્ષાનું ભોજન આપવામાં આવે છે તેવા અહેવાલો આવ્યા છે. ફરુખાબાદની જેલમાં કેદીઓને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન પીરસવાના મુદ્દે જેલને ફાઇવ સ્ટાર રેટીંગ મળ્યું છે. ફરુખાબાદની જેલને કેદીઓને
Advertisement
સામાન્ય રીતે માનવામાં આવે છે કે જેલનું ભોજન ગુણવત્તાવાળુ હોતું નથી. જાડી રોટલી અને પાણી જેવી દાળ કેદીઓને પીરસવામાં આવે છે તેવી લોકોમાં માન્યતા છે. જો કે ઉત્તર પ્રદેશના ફરુખાબાદ જેલમાં ફાઇવ સ્ટાર કક્ષાનું ભોજન આપવામાં આવે છે તેવા અહેવાલો આવ્યા છે. ફરુખાબાદની જેલમાં કેદીઓને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન પીરસવાના મુદ્દે જેલને ફાઇવ સ્ટાર રેટીંગ મળ્યું છે.
ફરુખાબાદની જેલને કેદીઓને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક પીરસવા માટે 'ફાઇવ સ્ટાર' રેટિંગ મળ્યું છે. આ રેટિંગ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા આપવામાં આવ્યું છે. રેટિંગ આપતી વખતે, FSSAIએ જણાવ્યું હતું કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા સ્થાપિત માર્ગદર્શિકા અનુસાર જિલ્લા જેલ ફતેહગઢ, ફરુખાબાદને ઈટ રાઈટ કેમ્પસ તરીકે પ્રમાણિત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જેલને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે. જેમાં ફાઈવ સ્ટાર રેટિંગ પણ છે. આ પ્રમાણપત્ર 18 ઓગસ્ટ 2024 સુધી માન્ય છે.
આ સિદ્ધિ પર જેલ સત્તાધીશોએ કહ્યું કે અમને 18 ઓગસ્ટ, 2022ના રોજ પ્રમાણપત્ર મળ્યું હતું અને તે 18 ઓગસ્ટ, 2024 સુધી માન્ય છે. અમને થર્ડ પાર્ટી ઓડિટ બાદ સર્ટિફિકેટ મળ્યું હતું અને સર્ટિફિકેટ આપતા પહેલા જેલના કેટલાક કર્મચારીઓને ઓનલાઈન ટ્રેનિંગ આપવામાં આવી હતી. પ્રમાણપત્ર મેળવતા પહેલા જે માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા હતા તેમાં સ્વચ્છતા, ખોરાકની ગુણવત્તા, FSSAI-પ્રમાણિત દુકાનોમાંથી ચોખા, ઘઉં અને કઠોળની પ્રાપ્તિ વગેરેનો સમાવેશ થાય છે.
કેદીઓને અપાતા ભોજન અંગે જેલ સત્તાધીશોએ કહ્યું કે અમે તમામ કેદીઓને શાકાહારી ભોજન આપીએ છીએ. કેદીઓને દરરોજ અલગ-અલગ પ્રકારનું ભોજન આપવામાં આવે છે. હાલમાં, જિલ્લા જેલમાં 1,144 કેદીઓ બંધ છે અને તેમાંથી 30 થી 35 બાકીના કેદીઓ માટે ભોજન રાંધે છે.


