Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાની એમ્પાયરે કરી એવી ભૂલ, જે ગલી ક્રિકેટમાં પણ નથી થતી

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની ટીમો કરાચીના નેશનલ સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ મેચ રમી રહી છે. પ્રથમ ટેસ્ટ ડ્રો થયા બાદ ઓસ્ટ્રેલિયાએ બીજી મેચમાં પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. પરંતુ આ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની રમત કરતા વધારે પાકિસ્તાની અમ્પાયર અહેસાન રઝા પોતાના એક ખરાબ નિર્ણયને કારણે ચર્ચામાં છે. તેમણે એક એવી અપીલ પર આઉટ આપી દીધુ જે હાસ્યાસ્પદ હતું.મેચના ત્રીજા દિવસે પાકિસ્તાનના વિકà
પાકિસ્તાની એમ્પાયરે કરી એવી ભૂલ  જે ગલી ક્રિકેટમાં પણ નથી થતી
Advertisement
ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનની ટીમો કરાચીના નેશનલ સ્ટેડિયમમાં બીજી ટેસ્ટ મેચ રમી રહી છે. પ્રથમ ટેસ્ટ ડ્રો થયા બાદ ઓસ્ટ્રેલિયાએ બીજી મેચમાં પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. પરંતુ આ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની રમત કરતા વધારે પાકિસ્તાની અમ્પાયર અહેસાન રઝા પોતાના એક ખરાબ નિર્ણયને કારણે ચર્ચામાં છે. તેમણે એક એવી અપીલ પર આઉટ આપી દીધુ જે હાસ્યાસ્પદ હતું.
મેચના ત્રીજા દિવસે પાકિસ્તાનના વિકેટકીપર મોહમ્મદ રિઝવાન સામે LBWની અપીલ થઈ હતી અને અહસાને પણ ઓસ્ટ્રેલિયાની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. નોન-સ્ટ્રાઈકર છેડે ઊભેલા કેપ્ટન બાબર આઝમ પણ આ જોઈને દંગ રહી ગયો હતો. હવે લોકો સોશિયલ મીડિયા પર તેની મજાક ઉડાવી રહ્યા છે. મેચના ત્રીજા દિવસે વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન સામે આ અપીલ કરવામાં આવી હતી અને તેને જોઈને સ્પષ્ટ થઈ ગયું હતું કે એમ્પાયરે આંખો બંધ કરીને આ બેટ્સમેનને આઉટ જાહેર કર્યો હતો. મોહમ્મદ રિઝવાને વિલંબ કર્યા વિના DRS નો ઉપયોગ કર્યો હતો. રિપ્લેમાં બતાવેલો બોલ પિચની બહાર છે, ઇમ્પેક્ટ પણ બહાર છે, વિકેટ પણ મિસ કરી રહી છે. ત્યારપછી ઓનફિલ્ડ એમ્પાયરે પોતાનો નિર્ણય બદલવો પડ્યો હતો, પરંતુ તેને આ નિર્ણય માટે ભારે હાલાકી પડી રહી છે. એમ્પાયરના આ ખરાબ નિર્ણયને જોઈને માત્ર બેટ્સમેન જ નહીં પરંતુ નોન-સ્ટ્રાઈક એન્ડ પર ઊભેલા પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે, રિઝવાને મોડું કર્યા વિના આ નિર્ણય પર DRSની માંગણી કરી હતી. ટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે, આ બોલની ઇમ્પેક્ટ ઓફ સ્ટમ્પની બહાર પણ હતી અને તેની ઊંચાઈ પણ સ્ટમ્પથી દૂર જઈ રહી હતી, જેના કારણે તેણે આ નિર્ણય બદલવો પડ્યો હતો.
મેચનમા ચોથા દિવસની રમત શરૂ થઇ ગઇ છે અને પાકિસ્તાનનો સ્કોર 2 રને 1 વિકેટ પડી ગઇ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ 97 રન બનાવી ઇનિંગની જાહેરાત કરી હતી. અને અંતમાં તેણે 506 રનનો સ્કોર આપ્યો  હતો. અગાઉ, પાકિસ્તાનની પ્રથમ ઇનિંગ માત્ર 148 રનમાં સમેટાઇ ગઇ હતી.
Tags :
Advertisement

.

×