Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

BP કંટ્રોલ કરવા લીંબુ સાબિત થાય છે અક્સીર, અજમાવો આ 5 Tricks

લીંબુનું સેવન (Lemon) બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જે લોકોને બીપીની સમસ્યા હોય અને  અતિશય તણાવ, શારીરિક પ્રવૃત્તિ અથવા અન્ય કોઈ કારણોસર બીપી વધી જતું હોય તો તેને નિયંત્રિત કરવા માટે લીંબુનું સેવન એક સારો ઉપાય છે. લીંબુ એક પ્રકારનું ખાટું ફળ છે. તેનું સેવન કરવાથી બીપી કંટ્રોલ (Blood Pressure Control) માં રહે છે. લીંબુનું સેવન શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સના અસંતુલનને ઠીક કરે છે. વિટામિન સીમાં એન્ટીà
bp કંટ્રોલ કરવા લીંબુ સાબિત થાય છે અક્સીર  અજમાવો આ 5 tricks
Advertisement
લીંબુનું સેવન (Lemon) બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જે લોકોને બીપીની સમસ્યા હોય અને  અતિશય તણાવ, શારીરિક પ્રવૃત્તિ અથવા અન્ય કોઈ કારણોસર બીપી વધી જતું હોય તો તેને નિયંત્રિત કરવા માટે લીંબુનું સેવન એક સારો ઉપાય છે. લીંબુ એક પ્રકારનું ખાટું ફળ છે. તેનું સેવન કરવાથી બીપી કંટ્રોલ (Blood Pressure Control) માં રહે છે. લીંબુનું સેવન શરીરમાં ઈલેક્ટ્રોલાઈટ્સના અસંતુલનને ઠીક કરે છે. વિટામિન સીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે હાઈપરટેન્શનની સમસ્યાને દૂર કરે છે. આજે આપણે બીપીને નિયંત્રિત કરવા માટે લીંબુનું સેવન કરવાની 5 રીતો શીખીશું.
1. લીંબુનું શરબત :
લીંબુને અડધા ભાગમાં કાપો. એક ગ્લાસ પાણીમાં સિંધવ મીઠું અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. જો તમે ઈચ્છો તો સામાન્ય અથવા ઠંડા પાણીમાંથી બનાવેલો લીંબુ શરબત પી શકો છો. બીપીને કંટ્રોલ કરવા માટે, લીંબુનું શરબત પીવું એ ત્વરિત ઉપાય છે જેનાથી હાઈ બીપી નોર્મલ થઈ શકે છે.
2. લીંબુ અને તજ:
તજ અને લીંબુના મિશ્રણનું સેવન કરવાથી પણ બીપી કંટ્રોલ કરવામાં મદદ મળે છે. તજમાં એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે, જે બીપીને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. લીંબુના રસમાં તજ પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવો. હુંફાળા પાણી સાથે તેનું સેવન કરો.
3. લીંબુ અને કાળા મરી:
જો બીપી અચાનક વધી ગયું હોય તો અડધા ગ્લાસ પાણીમાં કાળા મરી અને લીંબુનો રસ ભેળવીને દર અડધા કલાકે પીવો.બીપી ધીમે ધીમે સામાન્ય થઈ જશે. બીપી કંટ્રોલ કરવા માટે તમે કાળા મરીનો ઉપયોગ કરી શકો છો. કાળા મરીમાં જોવા મળતું પાઈપરિન બીપી કંટ્રોલ કરવાનું કામ કરે છે.
4. લીંબુનું ચૂર્ણ :
હાઈ બીપીને કંટ્રોલ કરવા માટે લીંબુનું ચૂર્ણ પણ ઉપયોગમાં લઇ શકાય છે. ચૂર્ણને હૂંફાળા પાણી સાથે લો. પાવડર શરીરમાં ઝડપથી ઓગળી જાય છે અને ઝડપી અસર કરે છે. લીંબુનો પાવડર બનાવવા માટે સિંધવ મીઠું, કાળું મીઠું, મધ અને લીંબુની છાલના પાવડરને મિક્સ કરો. તેને 2 થી 3 કલાક સૂર્યપ્રકાશમાં રાખો અને તેને પીસી લો. પછી તેને સ્વચ્છ કાચની શીશીમાં ભરીને 1 અઠવાડિયા સુધી વાપરી શકાય છે. આ પાવડર દિવસમાં 1 થી 2 વખત ખાઈ શકાય છે.
5. તુલસી, લીમડો અને લીંબુ:
તુલસીના પાનને પીસીને તેનો રસ કાઢો. તેમાં લીમડાના પાનનો રસ ઉમેરો. પછી તેમાં લીંબુનો રસ ઉમેરો. આ મિશ્રણનું સેવન કરવાથી બીપી નિયંત્રણમાં રહેશે. લીમડાના પાનની એન્ટિહિસ્ટામાઈન અસર રક્તવાહિનીઓને ફેલાવવાનું કામ કરે છે, જેનાથી બીપી કંટ્રોલ થાય છે અને તુલસીમાં જોવા મળતું વોલેટાઇલ ઓઇલ બીપીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
Tags :
Advertisement

.

×