Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પ્રેમલગ્ન કરનારી યુવતીનું માતાએ પતિના ઘરેથી કર્યું અપહરણ, બરોડાથી ઝડપાયા

અમદાવાદના સરખેજ વિસ્તારમાં યુવતીએ અન્ય ધર્મના યુવક સાથે ભાગીને પ્રેમલગ્ન કરતા પરિવારજનોએ નારાજ થઈને પોતાની જ દીકરીનું અપહરણ કર્યું હોવાની ઘટના બની છે. જોકે, આ મામલે પોલીસમાં પતિએ ફરિયાદ કરતા જ પોલીસે યુવતીની માતા સહિત 6 લોકોને ઝડપી યુવતીને મુક્ત કરાવી છે.સરખેજ પોલીસે આ મામલે જુલેખા મુલતાની, તૈયબ મુલતાની, જાવેદ મુલતાની, એઝાઝ શેખ, સીરાજ મુલતાની અને વિજય પરમાર નામનાં આરોપીઓની ધરàª
પ્રેમલગ્ન કરનારી યુવતીનું માતાએ પતિના ઘરેથી કર્યું અપહરણ  બરોડાથી ઝડપાયા
Advertisement
અમદાવાદના સરખેજ વિસ્તારમાં યુવતીએ અન્ય ધર્મના યુવક સાથે ભાગીને પ્રેમલગ્ન કરતા પરિવારજનોએ નારાજ થઈને પોતાની જ દીકરીનું અપહરણ કર્યું હોવાની ઘટના બની છે. જોકે, આ મામલે પોલીસમાં પતિએ ફરિયાદ કરતા જ પોલીસે યુવતીની માતા સહિત 6 લોકોને ઝડપી યુવતીને મુક્ત કરાવી છે.
સરખેજ પોલીસે આ મામલે જુલેખા મુલતાની, તૈયબ મુલતાની, જાવેદ મુલતાની, એઝાઝ શેખ, સીરાજ મુલતાની અને વિજય પરમાર નામનાં આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓએ સરખેજ ધોળકા રોડ પર ભાડે રહેતી સીમરન મુલતાનીનું અપહરણ કર્યું હતું અને યુવતીનો વાંક એટલો જ હતો કે તેણે પોતાની પસંદગીના યુવક સાથે લગ્ન કર્યા હતા. સીમરન મુલતાની નામની યુવતીને વટવામાં એક લગ્ન પ્રસંગમાં લલિત ખંડવી નામના સરખેજના યુવક સાથે 4 વર્ષ પહેલા મિત્રતા થઈ અને પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, પરિવારે સીમરનના લગ્ન બીજે નક્કી કરી નાખતા તે અંકલેશ્વરથી ભાગીને પ્રેમી પાસે અમદાવાદ આવી હતી અને બંને દિલ્હી ભાગી જઈ આર્ય સમાજમાં લગ્ન કરી લીધા હતા. જે બાદથી તેનો પરિવાર તેનાથી નારાજ હતો.
6 એપ્રિલે રાત્રિના સમયે સિમરનની માતા ઝુલેખાબાનુ મુલતાની, જમાઈ જાવેદ મુલતાની, તૈયબભાઈ તેમજ અન્ય આરોપીઓએ સરખેજમાં સીમરનના ઘરે જઈ જબરજસ્તી તેનું અપહરણ કર્યું હતું. પતિએ પ્રતિકાર કરી યુવતીને છોડાવવાનો પ્રયાસ કરતા આરોપીએ છરી બતાવી ધમકી આપી સિમરનને કારમાં બેસાડીને બાકરોલ સર્કલ બાજુ નીકળી ગયા હતા. આ અંગે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા સરખેજ પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરીને વડોદરાથી ગાડી પકડી પાડી સિમરનને છોડાવી માતા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી હતી.
આ ગુનામાં સામેલ અન્ય બે આરોપીઓની આણંદથી ધરપકડ કરાઈ છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે, સીમરનના લગ્ન તેઓએ પોતાના સમાજમાં નક્કી કર્યા હતા અને તેણે અન્ય ધર્મના યુવક સાથે લગ્ન કરી લીધા હોવાથી તેને પોતાની સાથે લઈ જઈ પતિ સાથે છૂટાછેડા અપાવી પોતાના સમાજમાં લગ્ન કરાવવાનો પ્લાન હતો. જોકે, આરોપીઓ પકડાઈ જતા હાલતો પોલીસે તમામ આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. તેવામાં રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં આ મામલે શું ખુલાસાઓ થાય છે તે જોવું રહ્યું.
Tags :
Advertisement

.

×