બહુચરાજી સિવિલ સ્ટાફ કવોટર જર્જરિત બનતા સ્ટાફ ભાડાના મકાનમાં રહેવા બન્યા મજબૂર
બહુચરાજી સિવિલ હોસ્પિટલમાં વર્ગ 1 અને વર્ગ 2 ના કર્મચારીઓને રહેવા માટે કવોટર છેલ્લા 3 વર્ષથી જર્જરિત બન્યા છે ત્યારે નવા કવોટર નહીં માલ્ટા સ્ટાફ ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યો છે.શક્તિપીઠ બહુચરજીમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ માટે રહેવા ના કવોટર છેલ્લા 3 વર્ષથી જર્જરિત પડ્યા છે તંત્ર દ્વારા પણ આ કવોટર માં રહેવું નહિ એવું લેખિત 3 વર્ષ થી જણાવી દીધું છે. હાલમાં આ કવોટર માં વર્ગ
Advertisement
બહુચરાજી સિવિલ હોસ્પિટલમાં વર્ગ 1 અને વર્ગ 2 ના કર્મચારીઓને રહેવા માટે કવોટર છેલ્લા 3 વર્ષથી જર્જરિત બન્યા છે ત્યારે નવા કવોટર નહીં માલ્ટા સ્ટાફ ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યો છે.
શક્તિપીઠ બહુચરજીમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ માટે રહેવા ના કવોટર છેલ્લા 3 વર્ષથી જર્જરિત પડ્યા છે તંત્ર દ્વારા પણ આ કવોટર માં રહેવું નહિ એવું લેખિત 3 વર્ષ થી જણાવી દીધું છે. હાલમાં આ કવોટર માં વર્ગ 1 અને વર્ગ 2 ના કર્મચારી ઓ ને રહેવા નહીં માલતા સ્ટાફ બહુચરાજી અને શંખલપુર ગામમાં ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યા છે.
આ કવોટર ની હાલની સ્થિતિની જો વાત કરીએ તો દીવાલો પડી ગઈ છે તેમજ બાંધકામમાં લોખંડની ખિલાસરીઓ પણ બહાર આવી ગઈ છે અને વધુમાં આ કવોટર સિવિલ કમ્પાઉન્ડમાં જ આવેલું હોવાથી ગમે ત્યારે જમીન દોસ્ત પણ થઈ શકે છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો દર્દી ઓ ના સાગા કે તેમના વાહનો પર પડવાનું જોખમ સાથે ભીતિ સેવાઇ રહી છે. ત્યારે એવી માંગ ઉઠી છે કે આ બિલ્ડીંગ સત્વરે ડીમોલેશન કરવામાં આવે અને નવા કવોટર બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
આપણ વાંચો- જિલ્લામાં ગૌમાતા પોષણ યોજના અને ગૌવંશ પશુનિભાવ સહાય યોજના માટે જિલ્લા તથા તાલુકા કક્ષાની કમિટી રચાઈ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


