પહેલગામ હુમલાના પીડિતની વેદના, સુરતના મૃતકની પત્નીએ ઠાલવ્યો આક્રોશ
Pahalgam Terror Attack : પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ બૈસરન ઘાટીમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલામાં સુરતના શૈલેષ કળથિયાનું મૃત્યુ થયું, જેના પછી તેમની પત્નીએ કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ સમક્ષ હૈયાવરાળ ઠાલવી છે.
Advertisement
Pahalgam Terror Attack : પહેલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ બૈસરન ઘાટીમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલામાં સુરતના શૈલેષ કળથિયાનું મૃત્યુ થયું, જેના પછી તેમની પત્નીએ કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ સમક્ષ હૈયાવરાળ ઠાલવી છે. તેમણે આક્રોશ સાથે કહ્યું કે મોટા નેતાઓ અસંખ્ય ગાડીઓ સાથે આવે છે, પરંતુ ટેક્સ ચૂકવનાર નાગરિકોને મૂળભૂત સુવિધાઓ પણ નથી મળતી.
તેમણે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું, "મારા ઘરનો સ્તંભ જતો રહ્યો, તે મને પાછો આપો." સરકાર પર પોતાની સુવિધાઓ પૂરતું જ ધ્યાન આપવાનો આરોપ લગાવતાં તેમણે ચીમકી આપી કે જો આવું જ ચાલશે તો હવે વોટ નહીં આપે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે જો નેતાઓનો જીવ કિંમતી છે, તો ટેક્સપેયર્સનો જીવ કેમ નથી? તેમણે ઉમેર્યું કે પગારમાંથી ટેક્સ તો કાપી લેવાય છે, પરંતુ જ્યારે શૈલેષને જરૂર હતી ત્યારે કોઈ સુવિધા નહોતી.
Advertisement
Advertisement


