Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લિફ્ટમાં ફસાયેલા શખ્સે બહાર નીકળતા જ સુરક્ષા ગાર્ડને ચોડી દીધા થપ્પડ, કેસ દાખલ

નોઇડા છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં બની રહ્યું છે, પછી ભલે તે નોઈડાની ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં એક મહિલા સાથે અભદ્ર વર્તનનો મામલો હોય કે તાજેતરમાં ટ્વિન ટાવરને ડિમોલિશ કરવાનો મામલો હોય. હવે એક નવો મામલો ચર્ચામાં આવ્યો છે. જ્યા એક શખ્સ લિફ્ટમાં ફસાઇ ગયા બાદ જ્યારે બહાર નીકળે છે ત્યારે તે સિક્યોરિટી ગાર્ડને થપ્પડ મારતો કેમેરામા કેપ્ટર થયો છે. આ ઘટના શહેરની પોશ સોસાયટી ગણાતા નિર્વ
લિફ્ટમાં ફસાયેલા શખ્સે બહાર નીકળતા જ સુરક્ષા ગાર્ડને ચોડી દીધા થપ્પડ  કેસ દાખલ
Advertisement
નોઇડા છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં બની રહ્યું છે, પછી ભલે તે નોઈડાની ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં એક મહિલા સાથે અભદ્ર વર્તનનો મામલો હોય કે તાજેતરમાં ટ્વિન ટાવરને ડિમોલિશ કરવાનો મામલો હોય. હવે એક નવો મામલો ચર્ચામાં આવ્યો છે. જ્યા એક શખ્સ લિફ્ટમાં ફસાઇ ગયા બાદ જ્યારે બહાર નીકળે છે ત્યારે તે સિક્યોરિટી ગાર્ડને થપ્પડ મારતો કેમેરામા કેપ્ટર થયો છે. 
આ ઘટના શહેરની પોશ સોસાયટી ગણાતા નિર્વાણ કંટ્રીના ધ ક્લોઝ Nની છે. આ સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ ફરજ પરના બે ગાર્ડને થપ્પડ મારી દીધા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો, ગુરુગ્રામમાં એક હાઉસિંગ સોસાયટીની લિફ્ટમાં એક વ્યક્તિ ફસાઈ ગયા બાદ તેણે બહાર આવતા જ સુરક્ષાકર્મીઓને થપ્પડ મારી દીધો હતો. એટલું જ નહીં આ વ્યક્તિએ ગાર્ડ તેમજ લિફ્ટ ઓપરેટરને થપ્પડ માર્યા હતા અને અપશબ્દો કહ્યા હતા. આ ઘટનાનો CCTV વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા નોઈડાની એક સોસાયટીની એક મહિલાનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં તેણે સોસાયટીના ગાર્ડ સાથે દુર્વ્યવહાર અને અભદ્ર વર્તન કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, ગુરુગ્રામની નિર્વાણ કન્ટ્રી સોસાયટીમાં એક વ્યક્તિએ એક પછી એક ગાર્ડને થપ્પડ માર્યા હતા. આ બધું ત્યારે થયું જ્યારે વ્યક્તિ અચાનક લિફ્ટમાં ફસાઈ ગયો. 

ગાર્ડે લિફ્ટ ઓપરેટરની મદદથી તેને કોઈક રીતે બહાર કાઢ્યો હતો. પરંતુ જેવો તે બહાર આવ્યો, ગુસ્સે ભરાયેલા વ્યક્તિએ હાજર બે ગાર્ડને થપ્પડ મારવાનું શરૂ કરી દીધું. ઘટના બાદ સોસાયટીમાં ચકચાર મચી ગઈ હતી. રોષે ભરાયેલા ગાર્ડ્સે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સમગ્ર ઘટનાનો CCTV વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા ઘટનાના CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બે ગાર્ડ લિફ્ટની નજીક દોડી રહ્યા છે. તેઓ લિફ્ટ ખોલવાનો પ્રયાસ કરે છે. પરંતુ લિફ્ટ ખુલતાની સાથે જ અંદરથી બહાર આવતો વ્યક્તિ ગાર્ડ સાથે દલીલ કરતો જોવા મળે છે, ત્યારબાદ તે ગાર્ડને થપ્પડ મારવા લાગે છે. આ પછી તે વ્યક્તિ તેની પાછળ ઉભેલા લિફ્ટ ઓપરેટરને પણ મારવા લાગે છે. જણાવવામાં આવી રહ્યું છે કે સોસાયટીમાં રહેતા વ્યક્તિ દ્વારા મારપીટ કરાયેલા એક ગાર્ડનું નામ અશોક છે. મળી રહેલી માહિતી અનુસાર, ગુરુગ્રામના ક્લોઝ નોર્થ એપાર્ટમેન્ટના રહેવાસીએ લિફ્ટમાં થોડો સમય ફસાયા બાદ સુરક્ષાકર્મીઓને માર માર્યો હતો. આ કેસમાં વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. આ ઘટના બાદ રોષે ભરાયેલા ગાર્ડ્સ થપ્પડ મારનાર વ્યક્તિ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. ગાર્ડે જણાવ્યું કે તેને મારનાર વ્યક્તિનું નામ વરુણનાથ છે. તેનો આરોપ છે કે વરુણનાથે તે લોકો સાથે દુર્વ્યવહાર પણ કર્યો હતો.
Advertisement
Tags :
Advertisement

.

×