Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતના રમખાણોના મુદ્દે દાખલ કરાયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

 ગુજરાતના રમખાણોના મુદ્દે કરાયેલી ઝાકિયા જાફરીની અરજી શુક્રવારે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. ઝાકિયા જાફરી કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ હસન જાફરીની પત્ની છે, જે 2002ના ગુજરાત રમખાણોમાં માર્યા ગયા હતા. તેમણે રમખાણના કાવતરાના કેસમાં મેજિસ્ટ્રેટના આદેશને પડકાર્યો હતો.મેજિસ્ટ્રેટે તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદી સહિત 63 લોકોને રમખાણોનું કાવતરું ઘડવાના આરોપમાંથી મુક્ત કરતા SITના ક્લોઝà
ગુજરાતના રમખાણોના મુદ્દે દાખલ કરાયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
Advertisement
 ગુજરાતના રમખાણોના મુદ્દે કરાયેલી ઝાકિયા જાફરીની અરજી શુક્રવારે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. ઝાકિયા જાફરી કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ હસન જાફરીની પત્ની છે, જે 2002ના ગુજરાત રમખાણોમાં માર્યા ગયા હતા. તેમણે રમખાણના કાવતરાના કેસમાં મેજિસ્ટ્રેટના આદેશને પડકાર્યો હતો.
મેજિસ્ટ્રેટે તત્કાલિન સીએમ નરેન્દ્ર મોદી સહિત 63 લોકોને રમખાણોનું કાવતરું ઘડવાના આરોપમાંથી મુક્ત કરતા SITના ક્લોઝર રિપોર્ટને સ્વીકાર કર્યો હતો. હાઈકોર્ટે પણ આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ઝાકિયાની અરજીમાં કોઈ યોગ્યતા નથી.
કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન જાફરીની વિધવા ઝાકિયા જાફરીએ 2018માં અરજી દાખલ કરી હતી. જેની સુનાવણી કરતાં જસ્ટિસ એ.એમ ખાનવિલકર, દિનેશ મહેશ્વરી અને સીટી રવિકુમારની બેન્ચે 9 ડિસેમ્બર, 2021ના રોજ ચુકાદો અનામત રાખ્યો હતો. જેમાં રમખાણોના કેસોની તપાસ કરી રહેલી SIT દ્વારા દાખલ કરાયેલ ક્લોઝર રિપોર્ટને પડકારવામાં આવ્યો હતો, જેમાં 64 લોકોને ક્લીનચીટ આપવામાં આવી હતી.
નિર્દોષ જાહેર કરાયેલા પૈકી એક વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા, જેઓ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી હતા. ગુલબર્ગ સોસાયટીમાં રમખાણો દરમિયાન જાફરીના પતિનું મૃત્યુ થયું હતું. તેણે રમખાણો પાછળ એક મોટું ષડયંત્ર હોવાનો દાવો કર્યો હતો અને 2006માં ફરિયાદ નોંધાવી હતી. 2011માં સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણોના મામલાઓ પર નજર રાખતી વખતે SITને આરોપોની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. ફેબ્રુઆરી 2012માં, SITએ ફરિયાદ પર ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો. આ પછી, અરજદારોએ નીચલી કોર્ટમાં અરજી કરીને ક્લોઝર રિપોર્ટને પડકાર્યો હતો, જેને ફગાવી દેવામાં આવ્યો હતો.
ક્લોઝર રિપોર્ટ સામેની અપીલ પણ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ લાવવામાં આવી હતી. હાઇકોર્ટે તેને ફગાવી દીધી હતી. આ પછી, અરજદારોએ 2018 માં સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો. આ મામલાની સુનાવણી 14 દિવસ સુધી ચાલી હતી અને અરજદારોનું પ્રતિનિધિત્વ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ દ્વારા કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કર્યું હતું જ્યારે સિનિયર એડવોકેટ મુકુલ રોહતગી SIT તરફથી હાજર થયા હતા.
Tags :
Advertisement

.

×