Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પોતાના જ પાલતુ પિટબુલે કરી 80 વર્ષીય સુશીલાની હત્યા, જાણો શું છે પ્રજાતિની વિશેષતા

લખનોમાં 80 વર્ષીય મહિલાની હત્યા કરનાર પિટબુલને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંજરે પૂરવામાં આવ્યું છે. હવે આ હત્યારા શ્વાનની વર્તણૂક અને સ્વભાવ પર સંશોધન કરવા માટે તેને ખાસ પાંજરામાં પૂરવામાં આવે છે. હવે ચાર નિષ્ણાત લોકોની ટીમ તેના પર રિસર્ચ કરી રહ્યી છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પિટબુલના હુમલામાં 80 વર્ષીય મહિલાના મોતનો મામલો સામે આવ્યા બાદ લખનૌ મ્યુનિસિપલ કોર્પોરેશન à
પોતાના જ પાલતુ પિટબુલે કરી 80 વર્ષીય સુશીલાની હત્યા  જાણો શું છે પ્રજાતિની વિશેષતા
Advertisement
લખનોમાં 80 વર્ષીય મહિલાની હત્યા કરનાર પિટબુલને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાંજરે પૂરવામાં આવ્યું છે. હવે આ હત્યારા શ્વાનની વર્તણૂક અને સ્વભાવ પર સંશોધન કરવા માટે તેને ખાસ પાંજરામાં પૂરવામાં આવે છે. હવે ચાર નિષ્ણાત લોકોની ટીમ તેના પર રિસર્ચ કરી રહ્યી છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પિટબુલના હુમલામાં 80 વર્ષીય મહિલાના મોતનો મામલો સામે આવ્યા બાદ લખનૌ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ સક્રિય થયું અને આજે પીટબુલ જપ્ત કરવામાં આવ્યો છે.હવે પીટબુલને મહાનગરપાલિકાના એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરમાં રાખવામાં આવશે. લઇ જતી વખતે ડોગના માલિક અમિતે પીટબુલનો ચહેરો ઢાંકી દીધો અને તેને મ્યુનિસિપલ વાહનમાં લઈ જવામાં આવ્યો હતો. આ પછી તેણીને મ્યુનિસિપલ કોર્પોરેશનના  એનિમલ કેસ સેેન્ટરમાં તેને ખાસ પાંજરામાં રાખવામાં આવ્યો હતો.


પિટબુલનું લાયસન્સ જપ્ત કરી લીધું
લખનૌ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનું કહેવું છે કે અમે પિટબુલનું લાયસન્સ જપ્ત કરી લીધું છે અને તેને ખાસ પાંજરામાં રાખ્યું છે,ઉપરાંત, તેના સ્વભાવ પર સંશોધન કરવા માટે ચાર લોકોની એક પેનલની રચના કરવામાં આવી છે, જે પીટબુલે તેની માલિકનને શા માટે મોતને ઘાટ ઉતારી તે શોધવાનો પ્રયાસ કરશે. પિટબુલના હુમલામાં તેની જ માલકિન 80 વર્ષીય સુશીલાના મોત બાદ સમગ્ર  વિસ્તારમાં આ કૂતરાના કારણે દહેશત ફેલાઇ ગઇ હતી. ગઈકાલે  મીડિયા સાથે વાત કરતા મૃતક સુશીલાના પાડોશીએ કહ્યું હતું કે પીટબુનો હુમલો એટલો ખતરનાક હતો કે હવે અમે હજુ પણ ડરી રહ્યાં છીએ, અમે ગભરાટમાં જીવી રહ્યા છીએ. તેમની માંગણી હતી કે મહાનગરપાલિકા કાર્યવાહી કરે. 

શું છે સમગ્ર મામલો
લખનૌના બંગાળી ટોલાની રહેવાસી સુશીલા ત્રિપાઠી પર મંગળવારે સવારે તેના જ પાલતુ ડોગ પિટબુલ 'બ્રાઉની' દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ડોગ તેનો દીકરો લાવ્યો હતો. જો કે હંમેશની જેમ, નિવૃત્ત શિક્ષિકા સુશીલા ત્રિપાઠી તેના પિટબુલ 'બ્રાઉની' અને લેબ્રાડોર સાથે નજીકમાં ફરવા ગઇ હતી, આ દરમિયાન, પીટબુલે અચાનક સુશીલા ત્રિપાઠી પર હુમલો કર્યો હતો. પિટબુલે સુશીલા ત્રિપાઠી પર પુરી તાકાતથી હુમલો કર્યો અને શરીરના અનેક ભાગો પર બચકાં ભર્યા. એટલું જ નહીં આ આઘાતજનક હુમલામાં કે હુમલા બાદ પીટબુલ મહિલાનું માંસ ખાઈ રહ્યો હતો. નજરે જોનારા એક પાડોશીએ કહ્યું, 'જ્યારે તે મૃતક મહિલાની ચીસો સાંભળીને બહાર આવી ત્યારે તેણે જોયું કે પિટબુલે સુશીલા ત્રિપાઠી પર હુમલો કરી રહ્યું હતું અને આ મહિલા લોહીના ખાબોચિયામાં નીચે પડી હતી. સુશીલા ત્રિપાઠી ચીસો પાડી રહી હતી, અમે પીટબુલ પર પથ્થરમારો શરૂ કર્યો, પરંતુ તે રોકાયો નહીં અને માંસ ખાતો રહ્યો. અમે લગભગ એક કલાક સુધી પથ્થરમારો કરતા રહ્યા, આ પછી તે સુશીલાના મૃતદેહને ઘરની અંદર ખેંચીને લઈ ગયો. 

મળતી માહિતી મુજબ પીટબુલએ મૂળ શિકારી પ્રજાતિનું શ્વાન 
જો પીટબુલના બિહેવિયર  વાત કરીએ તો તે રક્ષણાત્મક અને નિર્ભય પ્રજાતિ છે. સાથે જ પિટ બુલ તેના રમતિયાળ સ્વભાવ અને મૈત્રીપૂર્ણ સ્વભાવ માટે જાણીતો છે. પિટ બુલ એથ્લેટિક પણ છે. પીટ બુલની જાતિ પશુધનનો પીછો કરવા અને તેને વશ કરવા માટે ઉછેરવામાં આવતી હોવાને કારણે શિકારી જાતિ છે. જો કે, પીટ બુલ કુદરતી રીતે લોકો પ્રત્યે આક્રમક નથી અને બાળકો પ્રત્યે પ્રેમાળ હોય છે. પરંતુ તેમાં તેના ઉછેર ટ્રેનીંગ અને હેન્ડલિંગ  પર આધારિત છે. પિટ બુલને અન્ય શ્વાન પ્રત્યેની બિનજરૂરી આક્રમકતાથી રોકવું પડે છે. શ્વાનની જાતિના  ઇતિહાસની વાત કરીએ તો પિટ બુલની મૂથ જાતિ 19મી સદીની શરૂઆતમાં ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડમાં શોધાઇ હતી. કેનાઇનના પૂર્વજો પ્રાયોગિક રીતે રીંછ- અને બુલ-બાઈટીંગ રમતના હેતુ માટે વિવિધ બુલડોગ અને ટેરિયર જાતિઓના સંવર્ધનનું પરિણામ પીટબુલ હતું, આ રમતમાં કૂતરાને મોટા પ્રાણીનો પરાજય ન થાય ત્યાં સુધી હુમલો કરવાની તાલીમ આપવામાં આવતી હતી. 1800 ના દાયકામાં જ્યારે બાઈટીંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે શ્વાનને રેટિંગ અને ડોગ ફાઈટીંગની રમત માટે ઉછેરવામાં આવ્યા હતા. યુરોપીયન વસાહતીઓએ પીટ બુલ જાતિને ઉત્તર અમેરિકામાં રજૂ કરી હતી.
Advertisement
Tags :
Advertisement

.

×