Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સોશિયલ મીડિયા થકી ગેંગ બનાવવાનો રાખતા હતા મનસૂબા, જાણો કોણ છે

ગુજરાત એટીએસે 54 હથિયાર સાથે 24 આરોપીઓની ધરપકડ કર્યા બાદ થઇ રહેલી તપાસમાં ચોંકાવનારી હકિકતો બહાર આવી છે. હથિયારો સાથે ઝડપાયેલા શખ્સોની તપાસમાં બહાર આવ્યું છે કે દેવેન્દ્ર બોરિચા અને ચાંપરાજ ખાખર સૌરાષ્ટ્ર પંથકમાં પોતાની ગેંગ બનાવવા માગતા હતા. સોશિયલ મિડીયા થકી ગેંગ બનાવાનો તેમને મનસૂૂબો હતો અને તેથી તેમણે સોશિયલ મિડીયામાં પોતાની પ્રોફાઇલ પણ બનાવી હતી. 54 હથિયારો સાથે ઝડપાયેલા àª
સોશિયલ મીડિયા થકી ગેંગ બનાવવાનો રાખતા હતા મનસૂબા  જાણો કોણ છે
Advertisement
ગુજરાત એટીએસે 54 હથિયાર સાથે 24 આરોપીઓની ધરપકડ કર્યા બાદ થઇ રહેલી તપાસમાં ચોંકાવનારી હકિકતો બહાર આવી છે. હથિયારો સાથે ઝડપાયેલા શખ્સોની તપાસમાં બહાર આવ્યું છે કે દેવેન્દ્ર બોરિચા અને ચાંપરાજ ખાખર સૌરાષ્ટ્ર પંથકમાં પોતાની ગેંગ બનાવવા માગતા હતા. સોશિયલ મિડીયા થકી ગેંગ બનાવાનો તેમને મનસૂૂબો હતો અને તેથી તેમણે સોશિયલ મિડીયામાં પોતાની પ્રોફાઇલ પણ બનાવી હતી. 
54 હથિયારો સાથે ઝડપાયેલા આરોપીઓની હાલ ગુજરાત એટીએસ દ્વારા ઉંડી તપાસ કરવામાં આવી છે. દેવેન્દ્ર બોરિચા અને ચાંપરાજ ખાખર સોશિયલ મિડીયા થકી પોતાની ગેંગ બનાવવા માગતા હતા અને આગામી 2 વર્ષમાં ગુજરાતમાં તરખાટ મચાવવાનો મનસૂબો ધરાવતા હતા. ગુજરાત એટીએસે જડબેસલાક કામગીરી કરીને આ લોકોના મનસૂબાને ધરમૂળમાંથી ઉખેડી કાઢ્યા છે. 
ગુજરાત એટીએસે ભવિષ્યમાં ઉભી થનારી ગેંગને નેસ્તનાબૂદ કરી દીધી છે. સોશિયલ મિડીયાથી તેઓ ગેંગ બનાવવા માગતા હતા. ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ પર ગેંગ બનાવી હતી. તેઓ સોશિયલ મિડીયા દ્વારા દારુ પીતા અને હથિયારો સાથેના વીડિયો પોસ્ટ કરતા હતા. દેવેન્દ્ર બોરિચાએ "ડી- ગ્રૂપ સુદામડા" નામનું ગ્રૂપ બનાવ્યું હતું તો ચાંપરાજ ખાખરે "ચાંપરાજ ગોસાડ" નામનું ગ્રૂપ બનાવ્યું હતું

ગુજરાત એટીએસની ગિરફતમાં હથિયાર સાથે આવેલા આરોપીઓમાં મુખ્ય આરોપી દેવેન્દ્ર બોરિચા અને ચાંપરાજ ખાખરે સોશિયલ મીડિયામાં પોતાના ગ્રૂપ બનાવ્યા હતા. આ ગ્રુપમાં હથિયાર સાથેના ફોટા, દારૂ પીતા હોય તેવા વિડીયો અને પોતે કરેલા ગુનાઓની એફ. આઈ.આર ની કોપીઓ પણ અપલોડ કરતા હતા. પોતે આચરેલા ગુનાના છપાયેલા સમાચારના ફોટા પણ અપલોડ કરતા હતા. ઉપરાંત જે લોકોએ તેમની પાસેથી હથિયારની ખરીદી કરી હોય તેવા લોકોને પણ  ગેંગના સભ્યો બનાવી લેતા હતા અને પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટના આઈ. ડી અને પાસવર્ડ પણ આપતા હતા જેથી તે લોકો પણ હથિયાર સાથેના ફોટા કે વિડીયો અપલોડ કરતા રહે.  સમાજમાં તે લોકોની ધાક બેસતી જાય.

Advertisement

ખંડણી,લૂંટ, મારામારી અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓ આ બંને આરોપીઓ દેવેન્દ્ર બોરિચા અને ચાંપરાજ ખાખર પર નોંધાયેલા છે. ઉલ્લેખનીય છે કે હાલ 24 જેટલા આરોપીઓ ગુજરાત એટીએસની ગિરફતમાં છે ત્યારે ગુજરાત એટીએસ હાલ આ આરોપીઓ કારતૂસ ક્યાંથી લાવવાના હતા અને બીજા કેટલા લોકો સંડોવાયેલા છે તેને લઈને તપાસ આગળ ધપાવી છે.
એક જમાનો હતો જ્યારે અમદાવાદ શહેરમાં ગેંગ એક્ટિવ રહેતી હતી પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી અને તેમાંય વિશાલ ગોસ્વામીની ગેંગની ધરપકડ થયા ત્યારબાદ હવે ગુજરાતમાં ગેંગવોર નામનો શબ્દ સાંભળવા આવ્યો નથી. કદાચ હજુ બીજા બે ત્રણ વર્ષ આ શબ્દ સાંભળવામાં પણ નહિ આવે. તેનું કારણ છે કે ગુજરાત એટીએસે 24 આરોપીઓની 54 હથિયાર સાથે ધરપકડ કરી લીધી છે જેથી ઊભી થતી એક ગેંગ નહિ પરંતુ કેટલીય ગેંગની કમર ગુજરાત એટીએસે તોડી નાખી છે. મહત્વનું છે કે ગુજરાત એટીએસ જે 24 આરોપીઓ પકડ્યા છે તેમાંથી મુખ્ય બે આરોપીઓ પોતાની ગેંગ સમગ્ર ગુજરાતમાં બનાવવા માંગતા અને આવનાર સમયમાં ગુજરાતને રક્ત રંજિત કરવાનો ઇરાદો ધરવાતા હતા.
Advertisement
Tags :
Advertisement

.

×