Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

યુક્રેનના રાષ્ટ્રપતિનું ચોંકાવનારું નિવેદન, કદાચ મને છેલ્લી વખત જીવીત જોઈ રહ્યા છો...

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 11 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુક્રેન કોઈપણ ભોગે હાર સ્વિકારવા તૈયાર નથી. ત્યારે હવે યુક્રેનના રાષ્ટ્રપતિનું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે – હવે કદાચ તમે મને છેલ્લી વખત જીવીત જોઈ રહ્યા છે. આ નિવેદનના પગલે હડકંપ મચી ગયો છે. તો સાથે સાથે યુક્રેન રાષ્ટ્રપતિ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે પણ વાત કરીને મà
યુક્રેનના રાષ્ટ્રપતિનું ચોંકાવનારું નિવેદન 
કદાચ મને છેલ્લી વખત જીવીત જોઈ રહ્યા છો
Advertisement

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 11 દિવસથી યુદ્ધ ચાલી
રહ્યું છે. યુક્રેન કોઈપણ ભોગે હાર સ્વિકારવા તૈયાર નથી. ત્યારે હવે યુક્રેનના રાષ્ટ્રપતિનું
એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે – હવે કદાચ
તમે મને છેલ્લી વખત જીવીત જોઈ રહ્યા છે. આ નિવેદનના પગલે હડકંપ મચી ગયો છે. તો
સાથે સાથે યુક્રેન રાષ્ટ્રપતિ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે પણ વાત કરીને
મદદ માંગી હતી. 
યુક્રેન રાષ્ટ્રપતિએ તેમના દેશના અસ્તિત્વ માટે યુએસ સાંસદોને તેમની
સૈન્યને વધુ ફાઇટર પ્લેન મોકલવાની અપીલ કરી. સાથે જ રશિયન તેલની આયાત ઘટાડવામાં
મદદ કરવા અપીલ કરી હતી. ઝેલેન્સ્કીએ યુએસ સાંસદો સાથે ખાનગી વિડિયો કૉલ શરૂ કર્યો
અને કહ્યું કે આ છેલ્લી વખત હશે જ્યારે તેઓ તેને જીવતા જોશે. તે રાજધાની કિવમાં
રહે છે.


Advertisement

હંગેરીમાં આજે ઓપરેશન ગંગા પૂર્ણ થશે

Advertisement

હંગેરીમાં આજે (રવિવારે) ઓપરેશન ગંગા લગભગ પૂર્ણ થઈ જશે. આજે 5 ફ્લાઈટ હંગેરીથી ભારત પરત ફરશે. આ ફ્લાઈટ્સથી આજે લગભગ 800 વિદ્યાર્થીઓ ભારત આવશે. કેન્દ્રીય મંત્રી હરદીપ પુરી પણ આજની છેલ્લી
ફ્લાઈટથી ભારત પરત ફરશે.


પુતિને પશ્ચિમી દેશોને ચેતવણી આપી

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પશ્ચિમી દેશોને ચેતવણી આપી છે.
તેમણે કહ્યું કે યુક્રેનને નો ફ્લાય ઝોન જાહેર કરવાનો કોઈપણ પ્રયાસ વિશ્વ માટે
વિનાશક સાબિત થશે. પહેલેથી જ રશિયા પર પશ્ચિમી પ્રતિબંધો એ યુદ્ધની ઘોષણા હતી.


Tags :
Advertisement

.

×