વડાપ્રધાને સોશિયલ મીડિયાના પ્રોફાઇલ પિક્ચરમાં લગાવ્યો તિરંગો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની 'પ્રોફાઈલ' પિકચર બદલીને ડીપી પર તિરંગો લગાવ્યો છે. AIRના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ની 91મી આવૃત્તિમાં દેશવાસીઓ સાથે વાતચીત કરતી વખતે વડાપ્રધાને 'હર ઘર તિરંગા' અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો અને લોકોને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની 'પ્રોફાઈલ' તસવીર બદલવા કહ્યું હતું. આજે 2 ઓગસ્ટના રોજ વડાપ્રધાને તેમના સોશિયલ મીડિયામાં 'પ્à
Advertisement
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની 'પ્રોફાઈલ' પિકચર બદલીને ડીપી પર તિરંગો લગાવ્યો છે. AIRના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'ની 91મી આવૃત્તિમાં દેશવાસીઓ સાથે વાતચીત કરતી વખતે વડાપ્રધાને 'હર ઘર તિરંગા' અભિયાનનો ઉલ્લેખ કર્યો હતો અને લોકોને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટની 'પ્રોફાઈલ' તસવીર બદલવા કહ્યું હતું. આજે 2 ઓગસ્ટના રોજ વડાપ્રધાને તેમના સોશિયલ મીડિયામાં 'પ્રોફાઇલ' તસવીર તરીકે તિરંગો મૂક્યો છે.
પીએમએ એક ટ્વિટ પણ કર્યું હતું અને અને લખ્યું હતું કે "આજે 2જી ઓગસ્ટ ખાસ છે! એવા સમયે જ્યારે આપણે સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ, આપણું રાષ્ટ્ર હરઘર તિરંગા માટે તૈયાર છે, જે આપણા તિરંગાની ઉજવણી માટે એક સામૂહિક ચળવળ છે. મેં મારા સોશિયલ મીડિયા પેજ પર ડીપી બદલ્યો છે અને તમને પણ ડીપી બદલવા વિનંતી કરું છું.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ રવિવારે લોકોને 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર 'પ્રોફાઈલ' પિક્ચર તરીકે તિરંગાનો ઉપયોગ કરવાનું આહ્વાન કર્યું હતું. આ સાથે તેમણે લોકોને 'હર ઘર તિરંગા' અભિયાનમાં જોડાવા વિનંતી કરી હતી.
વડાપ્રધાનની અપીલ બાદ અનેક લોકોએ સોશિયલ મીડિયાના પોતાના એકાઉન્ટમાં ડીપી બદલીને તિરંગો મુક્યો હતો. સોશિયલ મીડિયામાં તિરંગો છવાયેલો જોવા મળ્યો હતો.
ઉલ્લેખનિય છે કે કેન્દ્ર સરકારના 'હર ઘર તિરંગા' (Har Ghar Tiranga) અભિયાન હેઠળ આ મહિનામાં ત્રણ દિવસ સુધી દેશભરના 20 કરોડથી વધુ ઘરો પર તિરંગો ફરકાવવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત 13 થી 15 ઓગસ્ટ સુધી લોકભાગીદારી સાથે ઘરો ઉપર ત્રિરંગો લહેરાવવામાં આવશે અને સરકારી અને ખાનગી સંસ્થાઓ પણ તેમાં ભાગ લેશે.
Advertisement


