Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પગમાં સોનાના દાગીના નહીં પહેરવા પાછળ ધાર્મિક જ નહીં, વૈજ્ઞાનિક કારણ

શા માટે સોનું પગમાં નથી પહેરાતું? પરંતુ આ પાછળ ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છૂપાયેલું છે.. કહેવાય છે કે સોનાની તાસીર ગરમ હોય છે. જ્યારે ચાંદીની તાસીર ઠંડી હોય છે. સોનાના દાગીનાને માથાથી લઈને કમર સુધી એટલે કે માથામાં, ગળામાં, હાથમાં, હાથની આંગળીઓમાં કે કમરમાં ધારણ કરી શકાય છે. પરંતુ પગમાં સોનાના દાગીના નથી પહેરાતા. જ્યારે ચાંદી પગમાં પણ પહેરાય છે. જો આયુર્વેદ મુજબ વાત કરીએ àª
પગમાં સોનાના દાગીના નહીં પહેરવા પાછળ ધાર્મિક જ નહીં  વૈજ્ઞાનિક કારણ
Advertisement
શા માટે સોનું પગમાં નથી પહેરાતું? પરંતુ આ પાછળ ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક કારણ પણ છૂપાયેલું છે.. કહેવાય છે કે સોનાની તાસીર ગરમ હોય છે. જ્યારે ચાંદીની તાસીર ઠંડી હોય છે. સોનાના દાગીનાને માથાથી લઈને કમર સુધી એટલે કે માથામાં, ગળામાં, હાથમાં, હાથની આંગળીઓમાં કે કમરમાં ધારણ કરી શકાય છે. પરંતુ પગમાં સોનાના દાગીના નથી પહેરાતા. જ્યારે ચાંદી પગમાં પણ પહેરાય છે. 
જો આયુર્વેદ મુજબ વાત કરીએ તો મનુષ્યનું માથું ઠંડુ અને પગ ગરમ રહેવા જોઈએ. માથા પર સોના અને પગમાં ચાંદી પહેરવાથી માથામાંથી ઉત્પન્ન થયેલી ઊર્જા પગમાં અને ચાંદીથી ઉત્પન્ન થયેલી ઠંડક માથા સુધી પહોંચે છે. જેનાથી માથું ઠંડું અને પગ ગરમ રહે છે. 
Gold Chain AD Drop Anklet – Ricco India
કહેવાય છે કે પગમાં પાયલ અને વિંછીયા મોટાભાગે સુહાગનું પ્રતિક અને પરણિત મહિલાઓની નિશાની હોય છે અને તે મહિલાઓના શ્રૃંગારનો જ એક ભાગ પણ છે. વાર-તહેવારો પર તો મહિલાઓ ખાસ ઘરેણાં પહેરીને સજતી જ હોય છે. પરંતુ ધ્યાન આપવા જેવી જે વાત છે કે મોટાભાગના દાગીના સોનાના બનતા હોય છે પણ પાયલ અને વિંછીયા તો ચાંદીના જ પહેરાતા હોય છે. સોનાના પાયલ અને વિંછીયા પહેરવાનું ચલણ પણ નથી. તેમજ આ પાછળ પણ એક મોટું કારણ રહેલું છે. 
  • પગમાં ચાંદી પહેરવાથી અનેક બીમારીઓથી બચી શકાય એવું કહેવાય છે. 
  • ચાંદીના સાંકળા કે વિંછીયા એક્યુપ્રેશરનું કામ પણ કરે છે. 
  • તેને પહેરવાથી પીઠ, એડી, ઘૂંટણના દુખાવા જેવા રોગમાં રાહત મળે છે.
  • પાયલ, સાંકળા કે ઝાંઝરી ચાંદીના જ હોવા જોઈએ કારણ કે તે હંમેશા પગ સાથે ઘસાતા રહેવાથી આ દાગીનાને ઘસારો પહોંચે છે.
  • જે મહિલાઓના હાડકા માટે ખુબ ફાયદાકારક છે.
  • વિંછીયા જો ચાંદીના હોય તો શરીરને ઠંડુ રાખે છે અને ગર્ભાશયની બીમારીઓથી બચાવે છે.
  • વિંછીયા હોર્મોનલ સંતુલન પણ જાળવી રાખવાનું કામ પણ કરે છે. તેમજ ઘણી બીમારીઓથી પણ બચાવે છે. તેથી એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે સોનાના દાગીના ક્યારેય પગમાં પહેરવાની ભૂલ ન કરશો.
Tags :
Advertisement

.

×