રિક્ષાચાલક દાદા દરરોજ 200-250 લીટર દૂધની ચા કથામાં આવતાં લોકોને પીવડાવે છે, હરિપ્રકાશ સ્વામીએ વ્યાસપીઠ પરથી કરી પ્રશંસા
રાજકોટ રેસકોર્સ ગાર્ડન ખાતે હનુમાન ચાલીસા યુવા કથા ચાલી રહી છે. સાળંગપુરના શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી વ્યાસપીઠ પરથી કથા કહી રહ્યા છે. આ કથા સાંભળવા દરરોજ 20 હજારથી વધુ લોકો ઉમટે છે. આ કથામાં કેટલાક લોકો નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. રિક્ષાચાલક પાચાભાઈ ભરવાડ દરરોજ કથામાં આવતાં હજારો લોકોને 200-250 લીટર દૂધની ચા નિસ્વાર્થ ભાવે પીવડાવે છે અને તેમની સેવાને હરિપ્રકાશદાસ સ્વામીએ વà
Advertisement
રાજકોટ રેસકોર્સ ગાર્ડન ખાતે હનુમાન ચાલીસા યુવા કથા ચાલી રહી છે. સાળંગપુરના શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી વ્યાસપીઠ પરથી કથા કહી રહ્યા છે. આ કથા સાંભળવા દરરોજ 20 હજારથી વધુ લોકો ઉમટે છે. આ કથામાં કેટલાક લોકો નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. રિક્ષાચાલક પાચાભાઈ ભરવાડ દરરોજ કથામાં આવતાં હજારો લોકોને 200-250 લીટર દૂધની ચા નિસ્વાર્થ ભાવે પીવડાવે છે અને તેમની સેવાને હરિપ્રકાશદાસ સ્વામીએ વ્યાસપીઠ પરથી બિરદાવી હતી.
સાળંગપુરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ સ્વામીએ પાચાભાઈની સેવાની પ્રસંશા કરતાં જણાવ્યું કે, 'અહીં એક ભરવાડ બાપા આવ્યા છે.તે દરરોજ બધાને ચા પીવડાવે છે. એમની પાસે કંઈ નથી, છકડો હાંકે છે. એમણે એવું કીધું મારા ઘરવાળાના દાગીના અને ઝૂંપડુ વેચી દઈશ બાકી ચા તો હું જ પીવડાવીશ. કથા શરૂ થઈ એ પહેલાં તેને એવું કીધું કે, દૂધ, ચા-ખાંડ અમે આપીશું.તો તરત જ તેમણે કહ્યું કે, તો નથી પીવડાવી. બધું જ મારું હોય તો ચા પીવડાવીશ. મને ખાલી જગ્યા આપો. તપેલાં, ગેસ, ચા-ખાંડ અને માણસોય મારા અને પીવડાવીશ પણ હું.''
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


