કારમાં આવ્યા લૂટારા અને ATMમાં કરી બિન્ધાસ્ત લૂંટ
પંજાબના હોશિયારપુરના ભામ ગામમાં ATM મશીનને ગેસ કટરથી કાપી રૂપિયા 15 લાખથી વધુની લૂંટ કરવાનો કિસ્સો સામેઆવ્યો છે. બ્રેઝા કારમાં આવેલા ત્રણ નકાબધારી લૂંટારુઓએ આ લૂંટને અંજામ આપ્યો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને ગામના સરપંચની મદદથી તપાસ શરૂ કરી હતી. ચોરીની આ ઘટના એટીએમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણà
Advertisement
પંજાબના હોશિયારપુરના ભામ ગામમાં ATM મશીનને ગેસ કટરથી કાપી રૂપિયા 15 લાખથી વધુની લૂંટ કરવાનો કિસ્સો સામેઆવ્યો છે. બ્રેઝા કારમાં આવેલા ત્રણ નકાબધારી લૂંટારુઓએ આ લૂંટને અંજામ આપ્યો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને ગામના સરપંચની મદદથી તપાસ શરૂ કરી હતી. ચોરીની આ ઘટના એટીએમમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવી રહી છે.
બેંક મેનેજર રાજન થાપા અને આસિસ્ટન્ટ મેનેજર જસવીર સિંહે જણાવ્યું હતું કે રજાઓને ધ્યાનમાં રાખીને શુક્રવારે ATMમાં 17 લાખ રૂપિયાની રકમ જમા કરાવવામાં આવી હતી, જેથી લોકોને અસુવિધાનો સામનો ન કરવો પડે.
કહેવામાં આવી રહ્યું છે કે પોલીસને આ ઘટનાની જાણકારી મુંબઈની સિક્યુરિટી કંપનીએ આપી હતી. જ્યારે ચોર એટીએમ કાપી રહ્યા હતા, ત્યારે મુંબઇની સિક્યુરિટીની કંપનીને તુરંત સિસ્ટમની મદદથી તેની જાણ થઇ હતી.અને તેઓએ સ્થાનિક પોલીસને જાણ કરી હતી.જો કે પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલા લૂંટારુઓ એટીમમાં લૂંટ મચાવીને ફરાર થઇ ગયા હતા..


