જોજો પીઝા ખાતા ચેતજો, પીઝા ચાહકો માટે લાલ બત્તી સમાન કિસ્સો
પીઝા લવર માટે લાલબત્તી સમાન કિસ્સો ભરુચમાંથી સામે આવ્યો છે. આજ કાલ યંગસ્ટર સહિત નાના મોટા સૌ પીઝાના દીવાના છે. લોકો છાશવારે પીઝા પાર્ટી કરતાં હોય છે. ત્યારે ભરૂચની એબીસી ચોકડી નજીક પીઝા રેસ્ટોરન્ટમાં ગ્રાહકે આરોગેલા પીઝામાંથી કાચનો ટુકડો નીકળતા ગ્રાહકના મોઢામાં ઇજા થઇ હતી. મોં માંથી લોહી નીકળતા ગ્રાહકને પીઝામાંથી કાચનો ટુકડો નીકળ્યો હતો. વધુ તપાસ કરતાં પીઝા માંથી કચરો હોવાનુà
Advertisement
પીઝા લવર માટે લાલબત્તી સમાન કિસ્સો ભરુચમાંથી સામે આવ્યો છે. આજ કાલ યંગસ્ટર સહિત નાના મોટા સૌ પીઝાના દીવાના છે. લોકો છાશવારે પીઝા પાર્ટી કરતાં હોય છે. ત્યારે ભરૂચની એબીસી ચોકડી નજીક પીઝા રેસ્ટોરન્ટમાં ગ્રાહકે આરોગેલા પીઝામાંથી કાચનો ટુકડો નીકળતા ગ્રાહકના મોઢામાં ઇજા થઇ હતી. મોં માંથી લોહી નીકળતા ગ્રાહકને પીઝામાંથી કાચનો ટુકડો નીકળ્યો હતો. વધુ તપાસ કરતાં પીઝા માંથી કચરો હોવાનું માલુમ પડતા ગ્રાહકે તાબડતોબ ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરતા વિભાગે સ્થળ પર આવી પીઝાના રેસ્ટોરન્ટના કિચનમાંથી વિવિધ ખાદ્ય પદાર્થના સેમ્પલ મેળવ્યાં હતાં.
ભરૂચની એબીસી ચોકડી નજીક મિત્રને મળવા આવેલા ગ્રહક પીઝા રેસ્ટોરન્ટ ઉપર તેના મિત્રોની રાહ જોઇ બેઠો હતો સાથે જ તેણે દરમિયાન રેસ્ટોરન્ટમાં પીઝાનો ઓર્ડર કર્યો હતો, ગ્રાહક પીઝા આરોગી રહ્યો હતો તે દરમિયાન તેમને મોઢામાં કચરા જેવું દેખાયું હતું પરંતુ તેણે જતું કર્યું હતુ, પરંતુ પીઝા કાપતી વખતે કાચનો ટુકડો આવી જતા તેમને મોઢામાં ઈજા થવા સાથે લોહી નીકળતા ગ્રાહકનો પિત્તો ગયો હતો અને તેણે આ બાબતે પીઝા રેસ્ટોરન્ટના મેનેજરને જાણ કરતાં તેઓ દ્વારા કોઇ યોગ્ય જવાબ ન મળતા ગ્રાહકે સીધી ફરિયાદ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગને કરી હતી.
જેના પગલે ફુડ એન્ડ ડ્રગ વિભાગે પીઝા રેસ્ટોરન્ટ ઉપર જઈ તાબડતોબ વિવિધ ખાદ્ય પદાર્થના સેમ્પલો મેળવી કાર્યવાહી કરી હતી. જોકે પીઝા ખરીદનાર ગ્રાહકે પૂરેપૂરા રૂપિયા ચૂકવ્યા હોવાની રસીદ પણ ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ સમક્ષ રજૂ કરી હતી.


