IIM અમદાવાદના લોગોમાંથી નહીં હટે સંસ્કૃત શબ્દ
IIM લોગોના મુદ્દે થયેલા વિવાદમાં IIM દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે અને લોગોમાંથી સંસ્કૃતનો શ્લોક નહી હટે તેમ જણાવાયું છે. IIM દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે વેબસાઇટ અપડેશન માટે લોગોમાં બદલાવની જરૂરિયાત ઉભી થઇ હતી. સંસ્કૃતના શ્લોકને નવા ફોન્ટમાં રજૂ કરવામાં આવશે. નવો લોગો જૂન માસમાં આવે તેવી શકયતા છે. ઉલ્લેખનિય છે કે અમદાવાદ IIMના લોગોમાંથી સંસ્કત શબ્દ 'विद्याविनियोगाद्विकास' હà
Advertisement
IIM લોગોના મુદ્દે થયેલા વિવાદમાં IIM દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે અને લોગોમાંથી સંસ્કૃતનો શ્લોક નહી હટે તેમ જણાવાયું છે. IIM દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે વેબસાઇટ અપડેશન માટે લોગોમાં બદલાવની જરૂરિયાત ઉભી થઇ હતી. સંસ્કૃતના શ્લોકને નવા ફોન્ટમાં રજૂ કરવામાં આવશે. નવો લોગો જૂન માસમાં આવે તેવી શકયતા છે.
ઉલ્લેખનિય છે કે અમદાવાદ IIMના લોગોમાંથી સંસ્કત શબ્દ 'विद्याविनियोगाद्विकास' હટાવવામાં આવતા ફેકલ્ટી નારાજ બની હતી અને વિવાદ સર્જાયો હતો. ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા લોગો બદલવામાં આવ્યો હતો જેના કારણે નવો વિવાદ થયો છે અને ફેકલ્ટી અને કાઉન્સિલ સામ સામે આવી ગયા હતા. આઇઆઇએમના લોગોમાં રહેલા સંસ્કૃત શબ્દ અને સીદી સૈયદની જાળી આઇઆઇએમ અમદાવાદની ઓળખ છે હોવાનું ફેકલ્ટી દ્વારા જણાવાઇ રહ્યું હતું. ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તર માટે અલગ લોગો પસંદ કરવામાં આવ્યો છે જેથી ફેકલ્ટીમાં નારાજગી જોવા મળી રહી હતી.
આઇઆઇએમના લોગોમાં રહેલા સંસ્કૃત શબ્દ 'विद्याविनियोगाद्विकास'નો અર્થ જ્ઞાન ના પ્રસારથી વિકાસ સુધી થાય છે. જાણવા મળ્યા મુજબ અંદાજે 45 પ્રોફેસરોએ આ શબ્દ હટાવાતા બોર્ડ ઓફ ગવર્નન્સને પત્ર લખ્યો છે. ફેકલ્ટીએ ચિંતા વ્યકત કરી હતી કે આઇઆઇએમનો નવો લોગો, આઇઆઇએમની વિરાસત અને તેના ઉદ્દેશ્યની ઓળખ સાથે મેળ ખાતો નથી. આઇઆઇએમનો મુળ લોગો જાળી અને સંસ્કૃત કવિતા ભારતીય નૈતિકતાને વ્યાખ્યાયિત કરે છે. ફેકલ્ટી માની રહી છે કે જુનો લોગો તેમના માટે ભારતીયતાનું પ્રતિક છે. શિક્ષણ સાથે તેમનો લગાવ જ સંસ્થા સાથે તેમના લગાવ સમાન છે. દેશના વિકાસ, ઉદ્યોગ સમાજ, વિદ્યાર્થીઓ અને મેનેજમેન્ટ ડિસીપ્લીન પ્રતિ તેમની પ્રતિબદ્ધતા છે. લોગોમાં કોઇ પણ પ્રકારનો બદલાવ ઓળખ પર હુમલો છે.


