સેન્સેક્સ 150 પોઈન્ટના વધારા સાથે 51,972.75ની સપાટી પર ખુલ્યો
ભારતીય શેરબજારમાં આજે પ્રી-ઓપનિંગના સમયથી જ હળવી તેજીનો માહોલ જોવા મળ્યો હતો. આજે બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 150 પોઈન્ટના વધારા સાથે 51,972.75ની સપાટી પર ખુલ્યો હતો. એનએસઈનો 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 38 પોઈન્ટના વધારા સાથે 15,451.55ની સપાટી પર ખુલ્યો હતો. ગઈકાલની સરખામણીમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને તેજી સાથે ખુલવામાં સફળ રહ્યા છે.આજના માર્કેટમાં નિફ્ટી સવારે 9:30 વાગ્યે 15511ની સપાટી પર છે
Advertisement
ભારતીય શેરબજારમાં આજે પ્રી-ઓપનિંગના સમયથી જ હળવી તેજીનો માહોલ જોવા મળ્યો હતો. આજે બીએસઈનો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 150 પોઈન્ટના વધારા સાથે 51,972.75ની સપાટી પર ખુલ્યો હતો. એનએસઈનો 50 શેરનો ઈન્ડેક્સ નિફ્ટી 38 પોઈન્ટના વધારા સાથે 15,451.55ની સપાટી પર ખુલ્યો હતો. ગઈકાલની સરખામણીમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને તેજી સાથે ખુલવામાં સફળ રહ્યા છે.
આજના માર્કેટમાં નિફ્ટી સવારે 9:30 વાગ્યે 15511ની સપાટી પર છે અને તેમાં 97.95 પોઈન્ટનો વધારો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના 50 માંથી 44 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 5 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બેન્ક નિફ્ટીમાં 286.70 પોઈન્ટ એટલેકે 0.87 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને તે 33,132ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે.
આજે ઓઈલ અને ગેસ સેક્ટરને બાદ કરતાં નિફ્ટીના તમામ સેક્ટરલ ઈન્ડેક્સ લીલા નિશાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે. તેલ અને ગેસ સેક્ટરમાં 0.33 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓટો શેરોમાં 1.58 ટકાનો સૌથી મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે અને મીડિયા શેરોમાં 1.20 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે. મેટલના શેરોમાં 1.16 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.
ખાનગી બેંકના શેરમાં 1 ટકાની મજબૂતી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. આજના ટોપ ગેઇનર્સ વિશે વાત કરીએ તો Hero MotoCorp 4.30 ટકા ઉપર છે. બજાજ ઓટોમાં 2.60 ટકા અને ટાટા મોટર્સમાં 2.30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ભારતી એરટેલ 2.09 ટકા અને મારુતિ સુઝુકી 1.98 ટકાના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.
એપોલો હોસ્પિટલ્સમાં 1.45 ટકા અને ONGCમાં 0.67 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાઇટનમાં 0.52 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં 0.37 ટકા અને ટાટા કન્સોર્ટિયમમાં 0.14 ટકાની નબળાઈ સાથે લાલ નિશાનમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે.
Advertisement


