Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મુસેવાલા કેસમાં ઝડપાયેલા શૂટરે કર્યો ચોંકાવનારો ખુલાસો

બોલિવૂડ એક્ટર સલમાન ખાન આજકાલ હેડલાઈન્સમાં છે. તેમની પરેશાનીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાના મોત બાદ સલમાન ખાનનો જીવ જોખમમાં છે. સલમાનને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી, જે બાદ તેની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. હાલમાં જ સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં ધરપકડ કરાયેલા શૂટરે ખુલાસો કર્યો છે કે સલમાન ખાન ગેંગસ્ટર્સના નિશાના પર છે. પંજાબના ડીજીપી ગૌરવ યાદવà
મુસેવાલા કેસમાં ઝડપાયેલા શૂટરે કર્યો ચોંકાવનારો ખુલાસો
Advertisement

બોલિવૂડ એક્ટર સલમાન ખાન આજકાલ હેડલાઈન્સમાં છે. તેમની પરેશાનીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાના મોત બાદ સલમાન ખાનનો જીવ જોખમમાં છે. સલમાનને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી, જે બાદ તેની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. હાલમાં જ સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસમાં ધરપકડ કરાયેલા શૂટરે ખુલાસો કર્યો છે કે સલમાન ખાન ગેંગસ્ટર્સના નિશાના પર છે. પંજાબના ડીજીપી ગૌરવ યાદવે આ જાણકારી આપી છે.



પંજાબના ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું કે સલમાન ખાન આ ગુંડાઓના નિશાના પર છે. સિદ્ધુ મુસેવાલા કેસમાં ધરપકડ કરાયેલા છઠ્ઠા શૂટર કપિલ પંડિતે પૂછપરછમાં ખુલાસો કર્યો છે કે લોરેન્સ બિશ્નોઈએ તેને સલમાન ખાનની રેકી કરવાનું કામ સોંપ્યું હતું.

Advertisement

Advertisement

જૂનમાં સલમાન ખાન અને સલીમ ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે સલમાન ખાન પણ સિદ્ધુ મુસેવાલા કરશે, જે બાદ પોલીસે સલમાનની સુરક્ષા વધારી દીધી હતી.

સલમાન ખાનની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તેમનું વાહન પણ અપગ્રેડ કરવામાં આવ્યું છે. તેઓ બુલેટપ્રૂફ સફેદ કારમાં ફરતા હોય છે. એટલું જ નહીં, સલમાનને બંદૂક રાખવાનું લાયસન્સ પણ મળી ગયું છે. સલમાનના સેટ પર ગાર્ડ પણ વધારી દેવામાં આવ્યા છે. હવે સલમાન સાથે હંમેશા ઘણા ગાર્ડ હોય છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાન તેલુગુ ફિલ્મ `ગોડ ફાધર`માં જોવા મળશે.

Tags :
Advertisement

.

×