Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

SOG ટીમે રફાળેશ્વર ગામેથી ગાંજાના મોટા જથ્થા બે શખ્સોને પકડી પાડયા

મોરબી એસ.ઓ.જી. ટીમને મોટી સફળતા મળવા પામી છે. જેમાં પોલીસે રહેણાંક મકાનમાં થતા ગાંજાના વેપારને પકડી પડ્યો છે. અને બે આરોપીઓને જેલ હવાલે કર્યા છે. જયારે અન્ય એક ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે તો પીઆઈ મયંક પંડયા દ્વારા પોતાનો નંબર જાહેર કરી લોકોને આવા નશાના કાળા કારોબાર સામે બંડ પોકારવા અને પોલીસને માહિતી આપવા અપીલ કરી છે.એન.ડી.પી.એસ. કેસો શોધી કાઢવા ડ્રાઇવનું આયોજન કરવામાà
sog ટીમે રફાળેશ્વર ગામેથી ગાંજાના મોટા જથ્થા બે શખ્સોને પકડી પાડયા
Advertisement
મોરબી એસ.ઓ.જી. ટીમને મોટી સફળતા મળવા પામી છે. જેમાં પોલીસે રહેણાંક મકાનમાં થતા ગાંજાના વેપારને પકડી પડ્યો છે. અને બે આરોપીઓને જેલ હવાલે કર્યા છે. જયારે અન્ય એક ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે તો પીઆઈ મયંક પંડયા દ્વારા પોતાનો નંબર જાહેર કરી લોકોને આવા નશાના કાળા કારોબાર સામે બંડ પોકારવા અને પોલીસને માહિતી આપવા અપીલ કરી છે.
એન.ડી.પી.એસ. કેસો શોધી કાઢવા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા એન.ડી.પી.એસ. કેસો શોધી કાઢવા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ મોરબી જિલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠીએ મોરબી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.પંડ્યાને એન.ડી.પી.એસ. કેસો શોધી કાઢવા અંગે કામગીરી કરવા સુચના આપેલ હોય તે દરમિયાન મોરબી એસ.ઓ.જી.ને બાતમી મળેલ કે,અમુભારથી કાનભારથી ગોસાઇ અને બાબુભાઇ પાલાભાઇ રાઠોડ (રહે. બન્ને રફાળેશ્વર ગામ આંબેડકરનગર) નામના શખ્સો સાથે મળી અમુભારથી કાનભારથી ગોસાઇના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગાંજાનો જથ્થો રાખી તેનુ ખાનગીમાં વેચાણ કરે છે. જે બાતમીના આધારે રહેણાંક માકને જઇ રેઇડ કરતા બંને ઈસમો રૂ 44,500 ની કિંમતના 4  કિલો 450  ગ્રામ ગાંજાના જથ્થા તથા ૨ મોબાઇલ ફોન તેમજ રોકડા રૂપીયા 7100  સહિતનો મુદ્દામાલ મળી કુલ રૂ.53,300ના મુદ્દામાલ સાથે મળી આવ્યા છે. જેમના વિરુદ્ધ એન.ડી.પી.એસ, એક્ટની કલમ-8 (સી), 20 (બી) મુજબની કાર્યવાહી કરી બંનેને હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. જયારે બંને આરોપીની પુછપરછ કરતા તેમણે કરશનભાઇ ભીખાભાઇ વાધેલા (રહે.બનાસકાઠા) નામનો ખુલાસો કરતા તેને પકડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
એમડી ડ્રગ્સ સાથે પણ એક ઇસમને પકડી પાડવામાં આવ્યો
ઉલ્લેખનિય છે કે મોરબીમાં થોડા સમય પહેલા એમડી ડ્રગ્સ સાથે પણ એક ઇસમને પકડી પાડવામાં આવ્યો હતો ત્યારે મોરબી એસ ઓ જીની ટીમ દ્વારા આજે ફરી ગાંજાના મોટા જથ્થા સાથે બે ઇસમોને પકડી પાડવામાં આવતા અમુક અંશમાં નશો ફેલાતા અટક્યો છે ત્યારે મોરબી એસ ઓજી પીઆઈ મયંક પંડયા દ્વારા પોતાનાં મોબાઈલ નંબર 9537799988  જાહેર કરી આવી કોઈ પ્રવૃત્તિ કરતા ઈસમો ની માહિતી આપવા માટે જણાવવામાં આવ્યું છે અને સાથે જ નામ પણ ગુપ્ત રાખવામા આવશે તેવી લોકોને અપીલ કરી છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.

×