ગોફણ
ગઈ કાલે દિકરાએ પ્રોપર્ટી પેપર પર જબરજસ્તીથી કરાવેલી સહી, તેના શબ્દો અને વૃધ્ધાશ્રમનું સરનામું રમાકાન્તને બેચેન બનાવી રહ્યું હતું.આજ રમાકાન્તના દિલ પર દિકરો ગોફણના પથ્થર સમો વાગ્યો. એ ઘાવની ટશરમાં પુત્રીપ્રેમ ફૂટતો લાગ્યો.એક નિર્ણય સાથે એમણે પહેલાં દિકરીને મળી પછી વૃધ્ધાશ્રમમાં જવાની તૈયારી કરી. રમાકાન્ત નીકળે એ પહેલાં જ પૌત્રે દાદાને રોકવા મચાવેલી ધાંધલનો શોર સંભળાયો. પૌà
Advertisement
ગઈ કાલે દિકરાએ પ્રોપર્ટી પેપર પર જબરજસ્તીથી કરાવેલી સહી, તેના શબ્દો અને વૃધ્ધાશ્રમનું સરનામું રમાકાન્તને બેચેન બનાવી રહ્યું હતું.
આજ રમાકાન્તના દિલ પર દિકરો ગોફણના પથ્થર સમો વાગ્યો. એ ઘાવની ટશરમાં પુત્રીપ્રેમ ફૂટતો લાગ્યો.
એક નિર્ણય સાથે એમણે પહેલાં દિકરીને મળી પછી વૃધ્ધાશ્રમમાં જવાની તૈયારી કરી. રમાકાન્ત નીકળે એ પહેલાં જ પૌત્રે દાદાને રોકવા મચાવેલી ધાંધલનો શોર સંભળાયો. પૌત્રની ગોફણમાંથી એની જીદનો પથ્થર છૂટી ગયો હતો, જે રોકવો મુશ્કેલ હતો.


