પ્રોફિટ બુકિંગના કારણે શેર બજાર લાલ નિશાન પર બંધ
ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. સવારે બજાર તેજી સાથે ખુલ્યું હતું. પરંતુ બજારમાં રોકાણકારોના પ્રોફિટ-બુકિંગને કારણે બજાર લાલ નિશાનમાં આવી ગયું હતું. આજના કારોબારના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 83 પોઈન્ટના ઘટાડા સાથે 53,430 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 21 પોઈન્ટના ઘટાડા સાથે 15,948 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.શેરબજારમાં ઓàª
Advertisement
ગુરુવારના ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું છે. સવારે બજાર તેજી સાથે ખુલ્યું હતું. પરંતુ બજારમાં રોકાણકારોના પ્રોફિટ-બુકિંગને કારણે બજાર લાલ નિશાનમાં આવી ગયું હતું.
આજના કારોબારના અંતે મુંબઈ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 83 પોઈન્ટના ઘટાડા સાથે 53,430 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 21 પોઈન્ટના ઘટાડા સાથે 15,948 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
શેરબજારમાં ઓટો, ફાર્મા, એનર્જી સેક્ટરના શેરોમાં ખરીદારી જોવા મળી હતી. તો બેન્કિંગ, IT, FMCG, રિયલ એસ્ટેટ મેટલ્સ, રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 28 શેર લાલ નિશાનમાં જ્યારે 22 શેર લીલા નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સના 30માંથી 13 શેર લીલા નિશાનમાં અને 17 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા.


