ગાંધીનગરમાં અંતે VCE કર્મચારીઓની હડતાળ સમેટાઇ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પડતર માગણીઓને લઇને વિવિધ કર્મચારી મંડળો પડતર માંગોને લઇને મેદાને ઉતર્યા હતા. ત્યારે રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહેલી વધુ એક હડતાળનો અંત આવ્યો. રાજ્યમાં વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર(VCE) કર્મીઓની હડતાળ સમેટાઈ ગઇ છે. પંચાયત મંત્રીશ્રી બ્રિજેશ મેરજા સાથે મુલાકાત કરીને આ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત પ્રદેશ ભાજપ પમુખશ્રી સી.આર પાટીલ સાથે પણ વીસીઇના આગ
Advertisement
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પડતર માગણીઓને લઇને વિવિધ કર્મચારી મંડળો પડતર માંગોને લઇને મેદાને ઉતર્યા હતા. ત્યારે રાજ્યમાં લાંબા સમયથી ચાલી રહેલી વધુ એક હડતાળનો અંત આવ્યો. રાજ્યમાં વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર(VCE) કર્મીઓની હડતાળ સમેટાઈ ગઇ છે. પંચાયત મંત્રીશ્રી બ્રિજેશ મેરજા સાથે મુલાકાત કરીને આ નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત પ્રદેશ ભાજપ પમુખશ્રી સી.આર પાટીલ સાથે પણ વીસીઇના આગેવાનોએ બેઠક કરી હતી.
મહત્વનું છે કે રાજ્યના તમામ ઇ-ગ્રામ કેન્દ્રમાં VCE કર્મી ફરજ બજાવતા હોય છે. મહેસુલ, અન્ન પુરવઠા, પંચાયત, ચૂંટણી સહિતની કામગીરી કરતા હોય છે. ગુજરાતમાં 10,000થી વધુ VCE ગ્રામ પંચાયતોમાં કમિશન આધારિત કામ કરે છે. પરંતુ તેઓની કેટલીક પડતર માંગોને લઇને છેલ્લા ઘણા સમયથી વીસીઇ કર્મચારીઓ દ્વારા ગાંધીનગર ખાતે પોતાની માંગોને લઇને વિરોધ કરવામાં આવી રહ્યો હતો. અનેકવાર કામકાજથી અળગા રહીને પણ વિરોધ નોંધાવી ચૂક્યા છે. ત્યારે હવે તમામ માંગોને લઇને રાજ્યસરકારે બાંહેધરી આપતા વીસીઇ કર્મચારીઓમાં રાહતની લાગણી જોવા મળી.
જાણો શું હતી VCE કર્મીઓની માંગ?
- કમિશન પ્રથા પોલિસી હટાવી ફિક્સ વેતનથી કાયમી નિમણૂક
- સરકારી લાભો આપી સમાન કામ સમાન વેતન
- VCEને રક્ષણ આપવામાં આવે
- VCE અને પરિવારને આરોગ્ય સુવિધા
- VCE અને પરિવારને વીમા કવચ આપવામાં આવે
- કામગીરીનો જોબ ચાર્ટ નક્કી કરવામાં આવે
- ક્લાર્ક ક્રમ કોમ્પ્યુટર સાહસિકમાં રૂપાંતર કરી વર્ગ-3 ના દરજ્જા સાથે સરકારી કર્મચારી જાહેર કરો
- ઈ-ગ્રામ પોલિસી હટાવી સરકારી પગાર ધોરણ લાગુ કરવામાં આવે
- જોબની સિક્યુરિટી આપવામાં આવે
Advertisement


