Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર સામે દર્શાવી નારાજગી,પીડિતોને વળતર મામલે HC ખુશ નહીં

મોરબી બ્રિજ તૂટી (Morbi Bridge collapsed)પડવાની ઘટનાની તપાસ માટે ન્યાયિક કમિશનની રચના કરવાની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં( Supreme Court)કરવામાં આવી હતી. ત્યારે મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાના સમગ્ર કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર (Gujarat Government)સામે નારાજગી દર્શાવી છે. સુપ્રીમ કોર્ટે પીડિતોને આપેલા વળતર મામલે પણ નારાજગી દર્શાવી હતી અને વળતર મામà
સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર સામે દર્શાવી નારાજગી પીડિતોને વળતર મામલે hc ખુશ નહીં
Advertisement
મોરબી બ્રિજ તૂટી (Morbi Bridge collapsed)પડવાની ઘટનાની તપાસ માટે ન્યાયિક કમિશનની રચના કરવાની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં( Supreme Court)કરવામાં આવી હતી. ત્યારે મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાના સમગ્ર કેસ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર (Gujarat Government)સામે નારાજગી દર્શાવી છે. સુપ્રીમ કોર્ટે પીડિતોને આપેલા વળતર મામલે પણ નારાજગી દર્શાવી હતી અને વળતર મામલે ફરી વિચારણા કરવાની જરુર હોવાનું જણાવ્ચુ હતુ. સુપ્રીમે જણાવ્યુ હતુ કે સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તે જરૂરી છે.

મોરબી દુર્ઘટનાના મૃતકોનાં પરિવારજનોન્યાય માટે સુપ્રીમમાં અરજી કરી  હતી 
મોરબી દુર્ઘટનાના મૃતકોનાં પરિવારજનોએ ન્યાય માટે સુપ્રીમમાં અરજી કરી હતી. જેને લઇને સુપ્રીમમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ હિમા કોહલીની બેંચ એડવોકેટ વિશાલ તિવારીની પીઆઈએલ પર સુનાવણી હાથ ધરાઇ હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર સામે નારાજગી દર્શાવી છે. સુપ્રીમ કોર્ટે પીડિતોને આપેલ વળતર મામલે ફરીથી વિચારણા કરવાનું જરુરી હોવાનું જણાવ્યુ છે. સાથે જ સમગ્ર મામલે યોગ્ય તપાસ થાય તે જરૂરી હોવાનું પણ જણાવ્યુ હતુ. સુપ્રીમ કોર્ટે ભવિષ્યમાં ફરી આવી દુર્ઘટના ન થાય તે માટે ચોક્કસ ગાઇડલાઈન બનાવો તેવુ સૂચન પણ કર્યુ હતુ. ઓરેવા કંપની સંચાલકોની હજુ સુધી અટકાયત ન થતાં સુપ્રીમ કોર્ટે નારાજગી દર્શાવી હતી.
એડવોકેટ વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટમાં  અરજી  કરી  હતી 
એડવોકેટ વિશાલ તિવારીએ 1 નવેમ્બરના રોજ મોરબી દુર્ઘટના મુદ્દે કોર્ટને તાકીદે યાદી બનાવવાની વિનંતી કરી હતી. તેના પર સુપ્રીમ કોર્ટે જવાબ આપ્યો હતો કે કોર્ટ મોરબી દુર્ઘટનાના મુદ્દે સત્વરે સુનાવણી કરશે. તેમની અરજીમાં એડવોકેટ વિશાલ તિવારીએ જણાવ્યું હતું કે, “છેલ્લા એક દાયકાથી, આપણા દેશમાં ઘણી એવી ઘટનાઓ બની છે જેમાં ગેરવહીવટ, ફરજમાં બેદરકારી અને જાળવણીની બેદરકારીને કારણે મોટી જાનહાનિ થઈ છે, જેને ટાળી શકાયું હોત. નોંધનીય છે કે 30 ઓક્ટોબરે દિવાળીના તહેવાર બાદ ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો બ્રિટિશ સમયનો કેબલ બ્રિજ તૂટી પડતાં મહિલાઓ અને બાળકો સહિત કુલ 134 લોકોનાં મોત થયાં હતાં.
મોરબી નગરપાલિકાએ સ્વીકાર્યું કે પુલના ઉપયોગ માટે કોઈ મંજૂરી નહોતી
તાજેતરમાં જ  મોરબી નગરપાલિકાએ  ગુજરાત હાઇકોર્ટ સમક્ષ કર્યો સ્વીકાર કર્યો છે કે જે દિવસે પુલ તૂટ્યો તે દિવસે પણ પુલના ઉપયોગ માટેની કોઇ મંજૂરી આપવામાં આવી નહોતી. જેમાં ડિસેમ્બર 2021થી માર્ચ 2022 સુધી બ્રિજ જોખમી હાલતમાં હોવાની જાણ હોવા છતા પુલનો ઉપયોગ જાહેર જનતા માટે કરાયો હતો. જેના પગલે  ગુજરાત હાઇકોર્ટે મોરબી નગરપાલિકા સામે કરી આકરી ટીપ્પણી કરીને કહ્યું હતું કે જનરલ બોર્ડની મંજૂરી લીધા વિના અંજતા ગ્રુપને કામ કઇ રીતે અપાયુ. તેમજ MOU કે એગ્રીમેન્ટ વિના પુલના ઉપયોગની છૂટ કઇ રીતે અપાઇ. આ ઉપરાત હાઇકોર્ટે 24 નવેમ્બરના રોજ ઇન્ચાર્જ ચીફ ઓફિસરને રુબરુ હાજર રહેવા આદેશ આપ્યો છે. તેમજ કોર્ટે ઉઠાવેલા સવાલોના જવાબ સોંગદનામા પર રજૂ કરવા પણ આદેશ આપ્યો છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટમાં  આ   કેસની વધુ સુનાવણી 24 નવેમ્બરે વધુ હાથ ધરાશે.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા સૂઓમોટો દાખલ
મોરબી દુર્ઘટના મામલે હાઇકોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં સૌથી અગત્યની વાત એ કહી શકાય કે મોરબી બ્રિજ દુર્ઘટના મામલે હાઇકોર્ટ દ્વારા સુઓ મોટો દાખલ કરવામાં આવી છે. આ મામલે હાઇકોર્ટ તરફથી કેટલાક નિર્દેશો આપવામાં આવ્યા છે. જેમાં ગુજરાત સરકાર, મોરબી નગરપાલિકા, રાજ્ય માનવાધિકાર પંચ, મોરબી ક્લેક્ટર, ગૃહ વિભાગ, અર્બન હાઉસિંગ, હ્યુમન રાઇટ્સ અને જવાબદાર અધિકારીઓને નોટિસ પાઠવવામાં આવી છે. તો દુર્ઘટના પર પ્રસિદ્ધ થયેલા સમાચાર અહેવાલોને ધ્યાને લેવા હાઇકોર્ટે સૂચન કર્યા છે
આ પણ વાંચો - ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×