Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુપ્રીમ કોર્ટે જાહેર સ્થળો પર સિગારેટના વેચાણ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી

સુપ્રીમ કોર્ટમાં ધૂમ્રપાન માટે ઉંમર વધારવા અને ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પિટલોની આસપાસ છૂટક સિગારેટના વેચાણ પર પ્રતિબંધની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. આજે સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યું કે આ અરજી માત્ર પ્રચાર માટે દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે અરજદારને સારો કેસ લાવવા અને સાર
સુપ્રીમ કોર્ટે જાહેર સ્થળો પર સિગારેટના વેચાણ
પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી
Advertisement

સુપ્રીમ કોર્ટમાં ધૂમ્રપાન માટે ઉંમર
વધારવા અને ધાર્મિક સ્થળો
, શૈક્ષણિક
સંસ્થાઓ અને હોસ્પિટલોની આસપાસ છૂટક સિગારેટના વેચાણ પર પ્રતિબંધની માંગ કરતી અરજી
દાખલ કરવામાં આવી હતી. આજે સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી
દીધો હતો. સુપ્રીમ કોર્ટે પોતાની ટિપ્પણીમાં કહ્યું કે આ અરજી માત્ર પ્રચાર માટે
દાખલ કરવામાં આવી છે.


Advertisement

સુપ્રીમ
કોર્ટે અરજદારને સારો કેસ લાવવા અને સારી દલીલ કરવા કહ્યું
આ પ્રકારની પ્રચાર હિતની અરજી
દાખલ કરશો નહીં. ઉલ્લેખનીય છે કે
, જનતાની સમસ્યાઓને લગતા મુદ્દા ઉઠાવવા
માટે કોર્ટમાં પરવાનગી હોય છે
, જેને જાહેર હિતની અરજી કહેવામાં આવે
છે.

Advertisement


જો કે, અરજીમાં ધૂમ્રપાન માટે લઘુત્તમ
વય મર્યાદા
18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાની માંગ કરવામાં આવી હતી. આ
અરજી બે વકીલ શુભમ અવસ્થી અને સપ્તર્ષિ મિશ્રાએ દાખલ કરી હતી.
અરજીમાં
કહેવામાં આવ્યું છે કે
, વ્યાપારી
સ્થળો અને એરપોર્ટ પર ધૂમ્રપાન માટે નિયુક્ત કરાયેલ જગ્યાને નાબૂદ કરવામાં આવે. આ
સાથે કેન્દ્ર સરકારને સિગારેટ અને ધુમ્રપાનના વ્યસનને દૂર કરવા માટે યોજના બનાવવા
માટે નિર્દેશ આપવા માંગ કરવામાં આવી હતી.

Tags :
Advertisement

.

×