Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારત-બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી ટ્રેન સેવા આજથી શરૂ, જાણો શું છે સમય અને ભાડું

ભારત-બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી ટ્રેન સેવા આજથી શરૂ થઈ ગઈ છે. આ ટ્રેન પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડી અને ઢાકા વચ્ચે શરૂ થઈ છે. આ ટ્રેનનું નામ - 'મિતાલી એક્સપ્રેસ' છે. બંધન એક્સપ્રેસ (કોલકાતા-ખુલના-કોલકાતા) અને મૈત્રી એક્સપ્રેસ (કોલકાતા-ઢાકા-કોલકાતા) પછી તે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી ટ્રેન છે.મિતાલી એક્સપ્રેસને લીલી ઝંડીભારતીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને બાંગ્લાદેશના રેલ્વ
ભારત બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી ટ્રેન સેવા આજથી શરૂ  જાણો શું છે સમય અને ભાડું
Advertisement
ભારત-બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી ટ્રેન સેવા આજથી શરૂ થઈ ગઈ છે. આ ટ્રેન પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડી અને ઢાકા વચ્ચે શરૂ થઈ છે. આ ટ્રેનનું નામ - 'મિતાલી એક્સપ્રેસ' છે. બંધન એક્સપ્રેસ (કોલકાતા-ખુલના-કોલકાતા) અને મૈત્રી એક્સપ્રેસ (કોલકાતા-ઢાકા-કોલકાતા) પછી તે ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ત્રીજી ટ્રેન છે.
મિતાલી એક્સપ્રેસને લીલી ઝંડી
ભારતીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને બાંગ્લાદેશના રેલ્વે મંત્રી મોહમ્મદ નુરુલ ઈસ્લામ સુજાને વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ન્યૂ જલપાઈગુડી (ભારત) અને ઢાકા (બાંગ્લાદેશ) વચ્ચે ચલાવવામાં આવનારી નવી ટ્રેન મિતાલી એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. મહત્વનું છે કે, ગયા વર્ષે 27 માર્ચે બંને દેશોના વડાપ્રધાનોએ વિડીયો કોન્ફરન્સ દ્વારા મિતાલી એક્સપ્રેસનું ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ કોવિડના કારણે ટ્રેન સેવા શરૂ થઈ શકી ન હતી. 27 માર્ચે જ બાંગ્લાદેશનો આઝાદી દિવસ ઉજવવામાં આવે છે.

રેલ્વે મંત્રીએ શું કહ્યું?
આ અવસર પર રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, મિતાલી એક્સપ્રેસ મિત્રતા વધારવા અને બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે વધુ એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. તેમણે એમ પણ કહ્યું કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધો આપણા સહિયારા વારસા, આપણા સહિયારા વર્તમાન અને આપણા સહિયારા ભવિષ્ય પર આધારિત છે. આજે આપણા બંને દેશોમાં જે વિકાસ થઈ રહ્યો છે તે બંને દેશો વચ્ચે તમામ સ્તરે સૌહાર્દપૂર્ણ મિત્રતાના કારણે ખૂબ જ ઝડપથી વધ્યો છે.
ટ્રેનનો શું છે સમય અને ભાડું?
'મિતાલી એક્સપ્રેસ' ટ્રેન નંબર 13132 દર રવિવાર અને બુધવારે સવારે 11:45 વાગ્યે ન્યૂ જલપાઈગુડીથી ઉપડશે અને તે જ દિવસે બપોરે 22:30 વાગ્યે ઢાકા પહોંચશે. જ્યારે ઢાકાથી આ ટ્રેન દર સોમવારે અને ગુરુવારે 21:30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 7:15 વાગ્યે ન્યૂ જલપાઈગુડી પહોંચશે. એસી કેબિન બર્થ ટિકિટની કિંમત ₹4,905, એસી કેબિન ચેર કાર ટિકિટની કિંમત ₹3,805 અને એસી ચેર કાર ટિકિટની કિંમત ₹2,707 છે.
મહત્વનું છે કે, ન્યૂ જલપાઈગુડીથી ઢાકા કેન્ટ વચ્ચેનું અંતર 595 કિલોમીટર છે. આ પ્રવાસને કવર માટે ટ્રેનને 9 કલાક 45 મિનિટનો સમય લાગશે, જેમાં માત્ર એક કલાકની મુસાફરીનો એક ક્વાર્ટર ભારતીય ક્ષેત્રમાં હશે. ભારતમાં માત્ર 61 કિમીનો વિસ્તાર હશે.
Advertisement
Tags :
Advertisement

.

×