આ બે કઝિન બહેનો એકબીજાના પ્રેમમાં પડી, લેસ્બિયને લગ્ન કરતા થયો હંગામો
દિલ્હીમાં આ બે લેસ્બિયન બહેનો પ્રેમમાં પડી, ઘરેથી ભાગી અને મંદિરમાં લગ્ન કર્યા. લગ્નના સમાચાર મળતા જ બંનેના પરિવારજનો પોલીસ સ્ટેશન આવ્યા અને તેમને સમજાવતા રહ્યા, પરંતુ તે પોતાના નિર્ણય પર અડગ રહી. યુવતીઓની આ ઘટનાને લઈને બંનેના પરિવારો એકબીજામાં ઝઘડતા પણ જોવા મળ્યા હતાં. ઘરેથી ગુમ થયેલી બે લેસ્બિયન યુવતીઓના મંદિરમાં લગ્ન થયા. જ્યારે પોલીસે બંને યુવતીઓને શોધી કાઢી ત્યારે આખો કે
Advertisement
દિલ્હીમાં આ બે લેસ્બિયન બહેનો પ્રેમમાં પડી, ઘરેથી ભાગી અને મંદિરમાં લગ્ન કર્યા. લગ્નના સમાચાર મળતા જ બંનેના પરિવારજનો પોલીસ સ્ટેશન આવ્યા અને તેમને સમજાવતા રહ્યા, પરંતુ તે પોતાના નિર્ણય પર અડગ રહી. યુવતીઓની આ ઘટનાને લઈને બંનેના પરિવારો એકબીજામાં ઝઘડતા પણ જોવા મળ્યા હતાં. ઘરેથી ગુમ થયેલી બે લેસ્બિયન યુવતીઓના મંદિરમાં લગ્ન થયા. જ્યારે પોલીસે બંને યુવતીઓને શોધી કાઢી ત્યારે આખો કેસની હકીકત સામે આવી. અધિકારીઓએ પોલીસ સુરક્ષા હેઠળ બંને યુવતીઓને તેમના ઇચ્છિત સ્થળે મોકલી આપી છે.
કેવી રીતે તમામ હકીકત સામે આવી
ગ્રેટર નોઈડાના ડાનકૌર વિસ્તારના એક ગામની એક છોકરી 20 એપ્રિલે ગુમ થઈ ગઈ હતી. પરિવાર ઘણા દિવસો સુધી યવતીને શોધખોળ કરી હતી, પરંતુ તે મળી ન હતી. આ પછી પોલીસમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બીજી તરફ, તે જ દિવસે દિલ્હીના આંબેડકર નગરના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અન્ય એક છોકરી પણ ગુમ થઈ ગઈ હતી. તેના પરિવારજનોએ પણ આંબેડકર નગર પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
ઘરેથી ભાગી અને મંદિરમાં લગ્ન કર્યા
તપાસમાં સામે આવ્યું કે આંબેડકર નગરની ગુમ થયેલી છોકરી દનકૌરના એક ગામની ગુમ થયેલી છોકરીના મામાની દીકરી છે. અને બંનેએ દિલ્હીના મંદિરમાં લગ્ન કર્યા હતા. દિલ્હી પોલીસ અને દનકૌર પોલીસ લાંબા સમયથી બંને ગુમ થયેલી છોકરીઓને શોધી રહી હતી, પરંતુ તેમનો કોઈ પત્તો મળ્યો ન હતો. લગ્ન બાદ બંને યુવતીઓ દિલ્હીમાં ભાડાના મકાનમાં રહેતી હતી. તપાસ દરમિયાન દનકૌર પોલીસે એક છોકરીને શોધી કાઢી હતી. તેણે પત્ની તરીકે રહેતી હતી. અને તેની સાથે રહેતી અન્ય યુવતી વરરાજા તરીકે જોવા મળી હતી. બંનેએ પોલીસને જણાવ્યું કે તેઓએ સ્વેચ્છાએ એકબીજા સાથે લગ્ન કર્યા છે અને હવે તેઓ એકબીજા સાથે રહેવા માંગે છે.
પરિવારજનો એકબીજા સાથે બાખડ્યાં
બંનેના પરિવારજનો પોલીસ પાસે આવ્યાં અને તેમને સમજાવતા રહ્યા, પરંતુ બંન્ને પોતાના નિર્ણય પર અડગ રહી. યુવતીઓની આ લગ્ન લઈને બંનેના પરિવારજનો પણ એકબીજા સાથે ઝઘડતા જોવા મળ્યા હતા. બંને છોકરીઓએ ચોખ્ખું કહ્યું કે તેઓ પુખ્ત છે અને એકબીજા સાથે રહેવા માંગે છે. તેમની સુરક્ષાને કારણે પોલીસે તેમના એક સંબંધી સાથે તેમની પસંદગીના સ્થળે મોકલી દીધા. દનકૌર થાણાંના ઈન્સ્પેક્ટર રાધા રમણ સિંહે જણાવ્યું કે બંને છોકરીઓ ગે છે, જેમણે લગ્ન કરી લીધા છે. બંને પુખ્ત છે અને એકબીજા સાથે પોતપોતાની મરજીથી રહેવા જીવવા માંગે છે. તેઓ એકબીજાને ઓળખતા હોય તેવા સંબંધીઓ સાથે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.


