યુવતીઓ યુવકોને કોલર પકડી, લાતો-મુક્કા મારતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
યુવતીઓ પર કોમેન્ટ કરવાને લઈ રસ્તા પર હોબાળોબિલાસપુરમાં જોરદાર હોબાળો છત્તીસગઢના બિલાસપુરમાં થયો જોરદાર હોબાળોગુસ્સામાં આવેલી યુવતીઓએ યુવકોને ઢોર માર માર્યો યુવતીઓએ રસ્તા વચ્ચે જોરદાર ફજેતી કરીયુવકોને માર મારવાનો વીડિયો વાયરલ યુવતીઓ દારૂના નશામાં હોવાના આક્ષેપપોલીસ સ્ટેશન સુધી નથી પહોંચ્યો મામલોશહેરના કાયદો - વ્યવસ્થા પર ઉઠ્યા સવાલોછત્તીસગઢના બિલાસપુરમાં યુવતીઓ પર à
Advertisement
- યુવતીઓ પર કોમેન્ટ કરવાને લઈ રસ્તા પર હોબાળો
- બિલાસપુરમાં જોરદાર હોબાળો
- છત્તીસગઢના બિલાસપુરમાં થયો જોરદાર હોબાળો
- ગુસ્સામાં આવેલી યુવતીઓએ યુવકોને ઢોર માર માર્યો
- યુવતીઓએ રસ્તા વચ્ચે જોરદાર ફજેતી કરી
- યુવકોને માર મારવાનો વીડિયો વાયરલ
- યુવતીઓ દારૂના નશામાં હોવાના આક્ષેપ
- પોલીસ સ્ટેશન સુધી નથી પહોંચ્યો મામલો
- શહેરના કાયદો - વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો
છત્તીસગઢના બિલાસપુરમાં યુવતીઓ પર કોમેન્ટ કરવાને લઈને, રસ્તા વચ્ચે જોરદાર હોબાળો થયો હતો. ગુસ્સામાં આવેલી યુવતીઓએ યુવકોને ઢોર માર મારી જોરદાર ફજેતી કાઢી હતી. અને યુવકોને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં યુવતીઓ યુવકોના કોલર પકડી, લાતો-મુક્કા મારતા જોવા મળે છે. આ સાથે જ એક યુવક હાથ જોડીને માફી માગતો પણ જોવા મળે છે. જ્યારે આ ઘટના સિવિલ લાઈન વિસ્તારના મહારાણા પ્રતાપ ચોકની પાસેનો હોવાનો જણાવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ ત્રણ-ચાર યુવતીઓ શહેરથી તિફરા જઈ રહી હતી. જ્યારે વાયરલ વીડિયોમાં જોવા મળતી યુવતી શરાબના નશામાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે આ આખો મામલો પોલીસ સ્ટેશન સુધી નથી પહોંચ્યો એટલે યુવતીઓની ઓળખ નથી થઈ શકી, કે યુવકોની કોઈ માહિતી સામે આવી છે.
એવામાં હવે પોલીસની કાર્યપ્રણાલી પર સવાલો ઉઠવા લાગ્યા છે. શહેરના બારમાં મોડી રાત સુધી શરાબ આપવામાં આવે છે, જ્યાં યુવક-યુવતીઓ મોડે સુધી નશો કરતા હોય છે. જેના કારણે શહેરની કાયદા વ્યવસ્થા પર સવાલો થઈ રહ્યાં છે. આ વાયરલ વીડિયો અંગે TI પરિવેશ તિવારીએ કોઈ જ જાણકારી ન હોવાનું જણાવ્યું છે. તેમને કહ્યું કે ન તો યુવતીઓએ છેડતી કરનાર યુવક વિરૂદ્ધ ફરિયાદ કરી છે કે ન તો જે યુવકોએ માર ખાધો તેમના દ્વારા કોઈ ફરિયાદ કરવામાં આવી છે.


