હોળી પહેલાં જ વાતાવરણ પલટાયું, સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો 2 થી 4 ડિગ્રી વધવાની શક્યતા
ગુજરાતમાં વાતાવરણની અસર હોળી પહેલા જ શરુ થઇ છે, તો અત્યારથી જ કાળઝાળ ગરમી માટે સામે લડવાં તૈયાર થઇ જાવ. રાજ્યમાં ગરમીની શરૂઆત વર્તાઇ રહી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે, આગામી ચારથી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડીગ્રીનો વધારો થશે. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રવિ અને સોમવાર માટે 'ઓરેન્જ' જ્યારે મંગળ અને બુધવાર માટે 'યલો' એલર્ટ જાહેર કરવામાં આવી છે. આ સાથે ઉત્તર ગુજર
Advertisement
ગુજરાતમાં વાતાવરણની અસર હોળી પહેલા જ શરુ થઇ છે, તો અત્યારથી જ કાળઝાળ ગરમી માટે સામે લડવાં તૈયાર થઇ જાવ. રાજ્યમાં ગરમીની શરૂઆત વર્તાઇ રહી છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે, આગામી ચારથી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડીગ્રીનો વધારો થશે. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રવિ અને સોમવાર માટે 'ઓરેન્જ' જ્યારે મંગળ અને બુધવાર માટે 'યલો' એલર્ટ જાહેર કરવામાં આવી છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 40 ડીગ્રી પહોંચશે. કચ્છમાં બે દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર-પૂર્વ દિશાનો પવન ફૂંકાઇ રહ્યો છે. જેની અસર ગુજરાતમાં જોવાં મળી રહી છે.
સૌરાષ્ટ્રના દરિયા કિનારાના કેટલાક વિસ્તારોમાં હીટ વેવની આગાહી
ગુજરાતના ઉત્તર પૂર્વના પવન ફૂંકાતાની સાથે જ કાળઝાળ ગરમીની પણ શરૂઆત થઈ છે. સમગ્ર ગુજરાતમાં ગરમી વધવાની શક્યતા સેવાઇ રહી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે, બે થી ચાર ડિગ્રી તાપમાન વધી જશે અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના કેટલાક વિસ્તારોમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે, જેમાં કચ્છ , પોરબંદર, ગીર સોમનાથ, દિવ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં ગરમ પવનનો ફૂંકાશે.
સૌથી વધુ કચ્છમાં 40 ડીગ્રી જેટલું નોંધાઇ શકે
ગુજરાતમાં હવામાન વિભાગના અનુમાન પ્રમાણે તો ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં તાપમાન 40 ડીગ્રી સુધી પહોંચી શકે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. સૌથી વધુ કચ્છમાં 40 ડીગ્રી જેટલું નોંધાઇ શકે છે.ગુજરાતના ઘરતી આકરા તાપથી દઝાડી જેતી ગરમીનો લોકો અનુભવ કરી રહ્યાં છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 37 ડીગ્રીએ તો પહોંચ્યું છે. માર્ચ મહિનાના અંતથી તાપમાનમાં વધારો થતો હોય છે પરંતુ ચાલુ વર્ષે મહિનાની શરૂઆતમાં જ ગરમી પડી રહી છે. મહત્તમ અને લઘુતમ તાપમાન વધી રહ્યું છે અને કાળઝાળ ગરમીનો અહેસાસ લોકો કરી રહ્યાં છે.
ગરમીથી બચવા શું રાખશો ધ્યાન
ગરમીથી બચવા શેરડીનો રસ, લીંબુના રસનો વધુ ઉપયોગ કરવો જોઇએ. તેમજ ગરમીમાં બહાર જતાં ખુલ્લાં વાઇટ રંગના કપડાં પહેરવાનું રાખો. બપોરના સમયે ગરમીમાં બહાર જતાં પહેલાં માથા પર ટોપી, માસેક કે દુપટ્ટાથી કવર કરવું હિતાવહ છે.


