ધોરડોનું સફેદ રણ દેશનાં પ્રવાસનનું તોરણ પ્રસ્થાપિત થઇ ચૂક્યું છે
ધોરડોનું સફેદ રણ દેશનાં પ્રવાસનનું તોરણ પ્રસ્થાપિત થઇ ચૂક્યું છે. 7મી ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલી જી - 20 શિખર બેઠક અંતર્ગત પ્રવાસનને લગતી ત્રિદિવસીય બેઠકનું યજમાન ધોરડો ઉપરાંત' ધોળાવીરા છે. દિવસોથી ચાલતી તડામાર તૈયારી પછી દેશ - વિદેશના પ્રતિનિધિઓનાં આગમનની ઘડીઓ ગણાઇ રહી છે.વિશ્વના 27 દેશના 150 જેટલા પ્રતિનિધિઓ પર્યટકોને કારણે સ્થાનિક વિસ્તાર,ત્યાંના નાગરિકોને થતા ફાયદા વિશે ચર્ચા અ
Advertisement
ધોરડોનું સફેદ રણ દેશનાં પ્રવાસનનું તોરણ પ્રસ્થાપિત થઇ ચૂક્યું છે. 7મી ફેબ્રુઆરીથી શરૂ થઇ રહેલી જી - 20 શિખર બેઠક અંતર્ગત પ્રવાસનને લગતી ત્રિદિવસીય બેઠકનું યજમાન ધોરડો ઉપરાંત' ધોળાવીરા છે. દિવસોથી ચાલતી તડામાર તૈયારી પછી દેશ - વિદેશના પ્રતિનિધિઓનાં આગમનની ઘડીઓ ગણાઇ રહી છે.
વિશ્વના 27 દેશના 150 જેટલા પ્રતિનિધિઓ પર્યટકોને કારણે સ્થાનિક વિસ્તાર,ત્યાંના નાગરિકોને થતા ફાયદા વિશે ચર્ચા અને અભ્યાસ કરશે. કચ્છ અને ગુજરાત માટે આ ઐતિહાસિક ઘડી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી, ગુજરાત અને કચ્છ આ અવસરનો ફાયદો ઉઠાવવા તત્પર હોય એ સ્વાભાવિક છે.
G-20 સમૂહનો ઉદ્દેશ જ સમતોલ, ન્યાયસંગત અને નિરંતર વિકાસનો છે. 20 દેશનાં સંગઠનમાં અમેરિકા, રશિયા જેવી મહાસત્તાઓ છે. યુરોપનાં સંપન્ન રાષ્ટ્રો છે સાથે ભારત, બ્રાઝિલ, ઇન્ડોનેશિયા જેવા વિકાસની અપાર સંભાવનાઓ ધરાવતા દેશો પણ સામેલ છે. મધ્યમ આવક ધરાવતા દેશોને સામેલ કરીને વૈશ્વિક આર્થિક સ્થિરતા પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ છે. જી - 20ના રાષ્ટ્રાધ્યક્ષોનું 17મું શિખર સંમેલન 15થી 17 નવેમ્બર દરમ્યાન ઇન્ડોનેશિયાનાં બાલી ખાતે આયોજિત થયું હતું, જેમાં ભારતને અધ્યક્ષતા સોંપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વ અને મંદીમાં પણ નોંધનીય વિકાસદર જાળવી રાખવાની ક્ષમતાને લીધે ભારત આજે ચર્ચામાં છે, એવા સમયે આપણાં સામર્થ્ય, ભવ્યતા, સાંસ્કૃતિક વારસો અને આયોજન શક્તિ પીછાણવા દુનિયા આખીની મીટ મંડાઇ છે. 76 વર્ષ પૂર્વે ભારતને આઝાદી મળી ત્યારે જ અવતરેલો પડોશી દેશ પોતાની નકારાત્મક નીતિ, તેજોદ્વેષ અને રાક્ષસી ઇરાદાઓ થકી કંગાલિયતના કિનારે આવી ગયો છે , ભારત સંપન્ન રાષ્ટ્ર તરીકે વિશ્વને માર્ગદર્શન આપતો થયો છે.
કચ્છ કુદરતની પ્રયોગશાળા છે.26મી જાન્યુઆરી, 2001નાત્રાટકેલા ધરતીકંપના મહાવિનાશ પછી પુરુષાર્થ પુનર્વસનનો મહાઅધ્યાય શરૂ થયો. દેશ વિદેશની સંસ્થાઓ,ગુજરાત અને દિલ્હીની સરકારો અને સ્થાનિક લોકોનાં અતૂલ્ય આત્મબળ થકી કચ્છન માત્ર બેઠું થયું, પણ એવું વિકસ્યું છે કે દુનિયા દંગ રહી ગઇ છે.
કચ્છમાં ધોરડોનું રણતો સદીઓથી હતું
કચ્છના ઔદ્યોગિક - પ્રવાસન ક્ષેત્રના વિકાસના સ્વપ્નદૃષ્ટા તરીકેનું શ્રેય નરેન્દ્ર મોદીને જાય છે. તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ ટેક્સ હોલિડે સહિતની જાહેરાત કરીને ઉદ્યોગો માટે કચ્છના દરવાજા ખોલ્યા એ પછી મોદીએ ખાસ રસ લઇને વિકાસની ગતિ તેજ બનાવી. કચ્છમાં ધોરડોનું રણતો સદીઓથી હતું, પણ એ રણ પર બાઝેલા સફેદ નમકના કણનો ચમકારો આંખોમાં આંજીને મોદીએ `વ્હાઇટ ડેઝર્ટ'ને નવી દૃષ્ટિથી દેખાડયું ને આજે ત્યાંની તંબુનગરી દેશની સૌથી ધમધમતી ટૂરિઝમ સાઇટ બની છે.
2015માં વિવિધ રાજ્યના પોલીસવડાઓની બેઠક યોજાઇ
રણ ઉત્સવ પણ દાયકાઓથી થતા.ધોરડો ખાતે એનો તખતો ખસેડાયો, ત્યારબાદ જે કંઇ બની રહ્યું છે, એ ઇતિહાસ છે. ધોરડોને ઉપસાવીને, ત્યાં રણોત્સવનું ઉદ્ઘાટન કરીને, પ્રવાસીઓ માટે દરવાજા ખોલીને મોદીજી બેસીન રહ્યા..દેશ વિદેશમાં ખ્યાતિ પ્રસરે એવા નિરંતર પ્રયાસ થયા છે. એક નજર નાખીએ તો, ડિસેમ્બર - 2009માં મુખ્યમંત્રી મોદીએ ધોરડો ખાતે ચાર દિવસીય ચિંતન શિબિર કેબિનેટ બેઠક યોજીને અનેરી પ્રયોગશીલતા દાખવી હતી. નમકાચ્છાદિત સફેદ રણ વચ્ચે કેબિનેટ અફસરો સાથેની બેઠકની તસવીરે દુનિયા આખીનું ધ્યાન ખેંચ્યું હતું. ગ્લોબલ વોર્મિંગની ચિંતાઓ વચ્ચે એ બેઠકથી મોદીએ કુદરત પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સંદેશ વિશ્વને આપ્યો હતો. એ શરૂઆત પછી ખાનગી અને સરકારી આયોજનોમાં ધોરડો વ્યસ્ત રહ્યું છે. એક નજર નાખીએ તો 2015માં વિવિધ રાજ્યના પોલીસવડાઓની બેઠક યોજાઇ, 2017માં જાહેર સેવા આયોગના અધ્યક્ષોની બેઠક અને કેન્દ્રીય ચૂંટણી પંચની રાષ્ટ્રીય પરિષદ આયોજિત થઇ. 2020માં શિપિંગ મંત્રાલયની ચિંતન બેઠક અને અખિલ ભારતીય પ્રવાસન વિભાગની ત્રિદિવસીય પરિષદનું કચ્છ - ધોરડો સાક્ષી બન્યું હતું.
29 દેશના પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓનો આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાવા જઇ રહ્યો છે
ગયા વર્ષે માર્ચમાં મહિલાદિનની રાજ્ય સ્તરની વિશેષ ઉજવણી થઇ અને હવે 29 દેશના પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓનો આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાવા જઇ રહ્યો છે. અમેરિકી પ્રમુખ જો બાયડન, રુસી રાષ્ટ્રપતિ પુતિન કે શી જિનપિંગ ભલે ધોરડો ધોળાવીરા નહીં આવે, પણ G20નાં આખાં વર્ષ દરમ્યાન થનારી દરેક ગતિવિધિની આંતરરાષ્ટ્રીય સમીક્ષા થાય છે.
દેશમાં નાપાક આતંકવાદના મનસૂબા ધરાવતાં તત્ત્વો પર બાજનજર છે.
G20 રાષ્ટ્રો અર્થતંત્રને ધબકતું કરવામાં પ્રવાસનને મહત્ત્વનું માને છે. 2022નું બાલી ઘોષણાપત્ર કહે છે માનવકેન્દ્રિત, ટકાઉ અને સ્થિતિસ્થાપક પર્યટન વિકાસ સાધવા પ્રવાસનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા અને પુન:નિર્માણ માટે સમુદાય આધારિત અભિગમની G 20 પુષ્ટિ કરે છે. આમ, હાલ ઘડીએ વૈશ્વિક પ્રવાસન નકશાનાં કેન્દ્રમાં કચ્છ છે. જી - 20થી તેને જબરજસ્ત બળ મળશે. G 20 રાષ્ટ્રાધ્યક્ષોનાં શિખર સંમેલનનું 9થી 10 સપ્ટેમ્બર દરમ્યાન નવી દિલ્હી યજમાન બનશે, એ પહેલાં દેશનાં 50 શહેરમાં જુદાં કાર્યક્ષેત્ર સંબંધિત બેઠકો યોજાશે. જેમાં 13 મહત્ત્વપૂર્ણ બેઠક ગુજરાતની ધરતી પર થશે, જેની શરૂઆત કચ્છનાં ધોરડો - ધોળાવીરાથી થવા જઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છની પ્રાકૃતિક સુંદરતાનાં કામણથી વશીભૂત થયેલા છે. વડાપ્રધાન બન્યાનાં બીજાં વર્ષે 2015માં દેશનાં 29 રાજ્યના 230 ટોચના પોલીસ સુરક્ષા અધિકારીઓની ડી.જી. કોન્ફરન્સમાં ધોરડોની રણભૂમિ પરથી રાષ્ટ્રની સલામતીને સ્પર્શતા અગત્યના મુદ્દાઓની ચર્ચા કરીને રાષ્ટ્રને ધરપત આપી હતી કે દેશમાં નાપાક આતંકવાદના મનસૂબા ધરાવતાં તત્ત્વો પર બાજનજર છે. નરેન્દ્રભાઇ સફેદ રણની નીરવ શાંતિ અને ધવલ તેજસ્વિતા અનેકવાર માણી ચૂક્યા છે.
કચ્છના પ્રવાસન વિકાસની હજુ અપાર સંભાવના છે.
2017માં પ્રવાસન પરિષદનું ઉદ્ઘાટન કરતાં કહ્યું હતું કે, સફેદ રણમાં એકદમ અંદર જજો ને થોડાં કદમ એકલા ખૂંદજો ધોરડોનું સફેદ રણ અને કચ્છનું પ્રવાસન નરેન્દ્રભાઇ મોદીનો જાણે નિજી એજન્ડા હોય એટલી માવજત તેમણે લીધી છે. G 20નું સત્ર સૌથી મોટું આયોજન છે. કચ્છના પ્રવાસન વિકાસની હજુ અપાર સંભાવના છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ


