સ્વિત્ઝર્લેન્ડની પહાડીઓ વચ્ચે દોડી દુનિયાની સૌથી લાંબી ટ્રેન, 2 કિમી લાંબી ટ્રેનને છે 100 કોચ
સ્વિત્ઝર્લેન્ડે શનિવારે વિશ્વની સૌથી લાંબી પેસેન્જર ટ્રેનનો રેકોર્ડ બનાવ્યો છે. આલ્પ્સની પહાડીઓમાં દોડતી આ ટ્રેનમાં 100 કોચ છે. આ ટ્રેનની લંબાઈ લગભગ બે કિમી છે. રેટિયન રેલ્વે (RhB) એ જાહેરાત કરી કે તેણે સ્વિટ્ઝર્લેન્ડની પ્રખ્યાત રેલ્વે સિસ્ટમની 175મી વર્ષગાંઠ પર વિશ્વની સૌથી લાંબી પેસેન્જર ટ્રેનનો વિશ્વ રેકોર્ડ તોડ્યો છે. આ ટ્રેન 1,910 મીટરની છે. આ ટ્રેન 25 અલગ-અલગ મલ્ટી-યુનિટ ટ્રેન અથવા
Advertisement
સ્વિત્ઝર્લેન્ડે શનિવારે વિશ્વની સૌથી લાંબી પેસેન્જર ટ્રેનનો રેકોર્ડ બનાવ્યો છે. આલ્પ્સની પહાડીઓમાં દોડતી આ ટ્રેનમાં 100 કોચ છે. આ ટ્રેનની લંબાઈ લગભગ બે કિમી છે. રેટિયન રેલ્વે (RhB) એ જાહેરાત કરી કે તેણે સ્વિટ્ઝર્લેન્ડની પ્રખ્યાત રેલ્વે સિસ્ટમની 175મી વર્ષગાંઠ પર વિશ્વની સૌથી લાંબી પેસેન્જર ટ્રેનનો વિશ્વ રેકોર્ડ તોડ્યો છે. આ ટ્રેન 1,910 મીટરની છે. આ ટ્રેન 25 અલગ-અલગ મલ્ટી-યુનિટ ટ્રેન અથવા 100 કોચને જોડીને બનાવાઇ છે.
સ્વિત્ઝર્લેન્ડમાં માલવાહક ટ્રેનો છે જે ખુબ લાંબી હોય છે. કેટલીક ટ્રેનોની લંબાઈ ત્રણ કિમીથી પણ વધુ છે.જો કે પેસેન્જર ટ્રેનની વાત કરીએ તો આ સૌથી લાંબી પેસેન્જર ટ્રેન છે.
અગાઉ બેલ્ઝિયમની ટ્રેન પાસે હતો આ રેકોર્ડ
RhB ચીફ રેનાટો ફાસિયાટ્ટીએ બ્લિક ડેઈલી ઈવેન્ટમાં કહ્યું, 'મારા માટે તે સ્વિસ પરફેક્શન છે. લાંબી,લાલ ટ્રેન ધીમે ધીમે પર્વત ઉપર આગળ વધી છે.આરએચબીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સૌથી લાંબી ટ્રેનનો અગાઉનો બિનસત્તાવાર રેકોર્ડ 1990ના દાયકામાં બેલ્જિયન ટ્રેનનો હતો.
3 હજાર લોકોએ મોટી સ્ક્રિન પર ટ્રેનને ફરતી જોઇ
વિશ્વની સૌથી લાંબી આ પેસેન્જર ટ્રેન દોડતી હતી ત્યારે તેની છત સૂર્યના તડકામાં ચાંદીની જેમ ચમકતી હતી. તેના પર આલ્પાઇન ક્રુઝ લખેલું હતું, જેમાં 150 મુસાફરો સવાર હતા. ટ્રેને લાંબા સર્પાકાર અલ્બુલા/બર્નિના રૂટ પર મુસાફરી કરી, જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે પસંદ કરવામાં આવી છે. ટ્રેને પ્રેડાથી અલ્વેનુ સુધીનું 25 કિમીનું લાંબુ અંતર કાપ્યું હતું. લગભગ 3000 લોકોએ આ ટ્રેનને મુસાફરીના રૂટની વચ્ચે મોટી સ્ક્રીન પર ફરતી જોઈ.
22 સુરંગો અને 48 પુલ પાર કર્યા
આ ટ્રેનને જોવા માટે લોકો પ્રવાસના રૂટની વચ્ચે મોટી સંખ્યામાં લોકો પહાડો પર બેસી ગયા હતા. આ ઘટના રેકોર્ડ કરવા લોકો કેમેરા લઈને બેઠા હતા. આ સુંદર લાલ રંગની ટ્રેને 22 પર્વતીય સુરંગો અને 48 પુલ પાર કર્યા. તેમાં 65 મીટર ઉંચો પુલ પણ સામેલ છે. સ્વિસ મીડિયાએ આ ઘટનાને વ્યાપકપણે આવરી લીધી. કેટલાક લુકઆઉટ પોઈન્ટ ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યા હતા.
ગિનિસ વર્લ્ડ રેકોર્ડનો ડિપ્લોમા લેતાં ફાસિયાટ્ટીએ કહ્યું કે આટલી લાંબી ટ્રેનમાં સુરક્ષિત રીતે મુસાફરી કરવી એ એક મોટો પડકાર હતો. તેમણે કહ્યું કે સાત લોકોપાયલોટ અને 21 ટેકનિશિયન એ સુનિશ્ચિત કર્યું કે 25 ટ્રેનો એક જ ગતિ અને બ્રેકિંગ સિસ્ટમ સાથે એક સાથે કામ કરે.


