Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ડેમની દીવાલ પર સ્ટંટ કરવું યુવકને ભારે પડ્યું, થયું એવું કે લોકોની ચીસો નીકળી ગઇ

આજે નવયુવાન સ્ટંટ કરવામાં પોતાની રૂચી સૌથી વધારે બતાવે છે. ત્યારે ઘણીવાર આ સ્ટંટ મોંઘા પડી જાય છે અને સીધા હોસ્પિટલ પહોંચાડી દે છે. આવું જ કઇંક તાજેતરમાં એક યુવાન સાથે થયું છે. આજકાલ અનેક પ્રકારના વિડીયો વાયરલ થાય છે. આવી સ્થિતિમાં તાજેતરમાં એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં શું થયું તે જોઈને તમે પણ ચોંકી જશો. જીહા, આ વિડીયોમાં એક વ્યક્તિ લોકોને સ્ટંટ બતાવવા માંગતો હતà«
ડેમની દીવાલ પર સ્ટંટ કરવું યુવકને ભારે પડ્યું  થયું એવું કે લોકોની ચીસો નીકળી ગઇ
Advertisement
આજે નવયુવાન સ્ટંટ કરવામાં પોતાની રૂચી સૌથી વધારે બતાવે છે. ત્યારે ઘણીવાર આ સ્ટંટ મોંઘા પડી જાય છે અને સીધા હોસ્પિટલ પહોંચાડી દે છે. આવું જ કઇંક તાજેતરમાં એક યુવાન સાથે થયું છે. 
આજકાલ અનેક પ્રકારના વિડીયો વાયરલ થાય છે. આવી સ્થિતિમાં તાજેતરમાં એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં શું થયું તે જોઈને તમે પણ ચોંકી જશો. જીહા, આ વિડીયોમાં એક વ્યક્તિ લોકોને સ્ટંટ બતાવવા માંગતો હતો. જોકે, સ્ટંટ બતાવતી વખતે એક ઘટના બની, જેને જોઈને ત્યાં હાજર લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા. કર્ણાટકના ચિક્કાબલ્લાપુરમાં એક મોટો ડેમ છે, જ્યાં લોકો ઘણી વખત ફરવા અને ડેમમાંથી પાણી નીકળતું જોવા માટે આવે છે. આ દરમિયાન અહીં એક વ્યક્તિએ સ્ટંટ કરીને સૌ કોઇનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું અને પછી જે થયું તે જોઈને બધા ચીસો પાડી ઊઠ્યા. અહીં એક વ્યક્તિ ડેમની દિવાલ પર ચઢવાનો પ્રયાસ કરતી વખતે નીચે પડી ગયો હતો અને ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ યુવકની બેંગ્લોરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અહીં ડેમમાંથી સતત પાણી વહી રહ્યું છે અને વહેતા પાણીની વચ્ચે એક યુવક ઊભો દિવાલ પર ચઢવાનો પ્રયાસ કરે છે. જોત જોતામાં તે અડધાથી વધુ અંતર કાપી નાખે છે અને નીચે ઉભેલા લોકો તેને જોઇ રહ્યા છે. વળી કેટલાક લોકો તે વ્યક્તિનો વિડીયો બનાવી રહ્યા હતા, પરંતુ પછી એક એવી ઘટના બની જેને જોઈને બધા ડરી ગયા. 
આ યુવક ડેમની સીધી દિવાલ પર લગભગ 30 ફૂટ જેટલો ઊંચો ચડ્યો હતો. જોકે, તે ખૂબ જ ખતરનાક અને જીવલેણ સ્ટંટ હતો. થોડે દૂર સુધી ચડ્યા બાદ તે પોતાનું સંતુલન જાળવી ન શક્યો અને પછી લપસીને નીચે પડી ગયો. વળી, કોઈ વ્યક્તિએ તેના મોબાઇલ કેમેરામાં નીચે પડી રહેલા વ્યક્તિનો વિડીયો રેકોર્ડ કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે, યુવકનો જીવ તો બચી ગયો પરંતુ તેને ઘણી ઈજા પહોંચી છે. આ ઘટના બાદ યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવો પડ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. મહત્વનું છે કે, યુવક જ્યારે સ્ટંટ કરી રહ્યો હતો ત્યારે ત્યાં 50 જેટલા લોકો હાજર હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અહીં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જોખમી કૃત્ય ન કરવાની ચેતવણી હોવા છતાં દીવાલ પર ચઢવાનો પ્રયાસ કરનાર આ યુવક સામે હવે કેસ નોંધવામાં આવ્યો છે. 
Tags :
Advertisement

.

×