ટ્રેનની સામે આવી ગયો યુવક, પોલીસકર્મીએ આ રીતે બચાવ્યો જીવ, Video
આજકાલ અનેક પ્રકારના વિડીયો સામે આવતા રહે છે જે ચોંકાવનારા છે. હવે આ બધાની વચ્ચે એક વિડીયો સામે આવ્યો છે જે લોકોના હોશ ઉડાવી રહ્યો છે. વાસ્તવમાં આ વિડીયો મહારાષ્ટ્રના થાણેનો છે. અહીંથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયો દરેકના હોશ ઉડાવી રહ્યો છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે, પોલીસકર્મીની તત્પરતાના કારણે યુવકનો જીવ બચી ગયો. વિડીયોમાં જોઇ શકાય છે કે, પોલીસકર્મીએ ટ્રેનનà«
Advertisement
આજકાલ અનેક પ્રકારના વિડીયો સામે આવતા રહે છે જે ચોંકાવનારા છે. હવે આ બધાની વચ્ચે એક વિડીયો સામે આવ્યો છે જે લોકોના હોશ ઉડાવી રહ્યો છે. વાસ્તવમાં આ વિડીયો મહારાષ્ટ્રના થાણેનો છે.
અહીંથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયો દરેકના હોશ ઉડાવી રહ્યો છે. વિડીયોમાં તમે જોઈ શકો છો કે, પોલીસકર્મીની તત્પરતાના કારણે યુવકનો જીવ બચી ગયો. વિડીયોમાં જોઇ શકાય છે કે, પોલીસકર્મીએ ટ્રેનની સામે કૂદનાર વ્યક્તિને પાટા પરથી હટાવીને તેનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. આ અકસ્માત થાણેના વિઠ્ઠલવાડી રેલ્વે સ્ટેશન પર થયો હતો. આ વિડીયોમાં જોઈ શકાય છે કે, યુવક એક્સપ્રેસ ટ્રેનની આગળ કૂદી રહ્યો છે. વળી ત્યા ઉભેલા પોલીસકર્મીની નજર યુવક પર પડે છે. આ દરમિયાન પોલીસકર્મી પણ ટ્રેક પર કૂદી પડે છે અને ટ્રેન આવે તે પહેલા યુવકને પાટા પરથી ધક્કો મારી દે છે. જોત જોતામાં યુવકનો જીવ બચી ગયો, જો કે આ અકસ્માત જોઈને ત્યાં ઊભેલા દરેક લોકો ચોંકી ગયા હતા.
આ કોઈ પહેલો કિસ્સો નથી, પરંતુ આ પહેલા પણ યુપીના અલીગઢમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. અહીં RPF લેડી કોન્સ્ટેબલે એક વ્યક્તિના જીવની પરવા કર્યા વિના તેનો જીવ બચાવ્યો હતો. વાસ્તવમાં અહીંના રેલ્વે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડતી વખતે અચાનક એક મુસાફરનો પગ લપસી ગયો અને તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો. તે સમયે અહીં હાજર લેડી કોન્સ્ટેબલ પ્રિયાએ દોડીને મુસાફરનો જીવ બચાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રેલ્વે પ્લેટફોર્મ પર આવા ઘણા વિડીયો તમને જોવા મળી જશે. ઉપરાંત ઘણા લોકો ઉતાવળના કારણે પણ અકસ્માતનો ભોગ બની જતા હોય છે.
Advertisement


