યોગ કરવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણી લો તમે પણ
આજકાલની આ વ્યસ્ત લાઈફસ્ટાઈલને કારણે લોકો પાસે યોગ અને કસરત કરવાનો ટાઈમ નથી પરંતુ કોરોનાકાળમાં લોકોએ યોગના મહત્વને સમજાયું છે. આજકાલ લોકો પોતાની ઈમ્યુનિટી વધારવા અને તણાવમુક્ત રહેવા માટે યોગની મદદ લઈ રહ્યા છે. જો નિયમિત રૂપથી યોગ કરવામાં આવે તો તમે શારીરિક અને માનસિક રૂપે હંમેશા સ્વસ્થ રહી શકો છો. સામાન્ય રીતે દર વર્ષે 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ ઉજવાય છે. તો ચાલો જાણીએ યોગ કરવાન
Advertisement
આજકાલની આ વ્યસ્ત લાઈફસ્ટાઈલને કારણે લોકો પાસે યોગ અને કસરત કરવાનો ટાઈમ નથી પરંતુ કોરોનાકાળમાં લોકોએ યોગના મહત્વને સમજાયું છે. આજકાલ લોકો પોતાની ઈમ્યુનિટી વધારવા અને તણાવમુક્ત રહેવા માટે યોગની મદદ લઈ રહ્યા છે. જો નિયમિત રૂપથી યોગ કરવામાં આવે તો તમે શારીરિક અને માનસિક રૂપે હંમેશા સ્વસ્થ રહી શકો છો.
સામાન્ય રીતે દર વર્ષે 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસ ઉજવાય છે. તો ચાલો જાણીએ યોગ કરવાના ફાયદા અને મહત્વ વિશે.
સ્વસ્થ હૃદય :
એવા વિવિધ આસન જેનાથી તમે થોડા સમય માટે શ્વાસ રોકી શકો છો, તે તમારા હૃદય અને ધમનીઓને સ્વસ્થ રાખે છે. યોગ એ લોહીના પરિભ્રમણ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેનાથી લોહી ઘટ્ટ નથી થતું અને હૃદય હમેશાં સ્વસ્થ રહે છે.
દુઃખાવામાં આપે છે કાયમી રાહત:
યોગ કરવાથી શરીરમાં લચીલાપણું અને શક્તિ વધે છે જેથી શરીરમાં થતાં દુખાવા, કમરનો દુખાવો, સાંધાના દુખાવા જેવી સમસ્યાઓ દૂર થઈ જાય છે. નિષ્ણાંતો મુજબ જે લોકો લાંબા સમય સુધી બેસીને કાર્ય કરે છે અથવા તો લાંબા સમય સુધી ડ્રાઈવિંગ કરે છે તેમને નિયમિત રીતે યોગ કરવો જોઈએ કારણ તે યોગથી કરોડરજ્જુમાં દબાણ અને જકળાઈ તો તેનાથી તમને રાહત મળે છે. તેમજ તે તમારા શરીરના બંધારણને સુધારે છે.
આસનો કયા સમયે કરવા જોઈએ?
- આસનો સામાન્ય રીતે વહેલી સવારે કે સાંજે કરી શકાય. સવારે કરવાથી વધુ લાભ થાય છે, કારણ કે સવારે વિચારો ઓછા હોય છે, મન પ્રફુલ્લિત હોય છે અને આસનો કર્યા પછી આખો દિવસ તાજગી રહે છે .
- આસનો હંમેશા ખાલી પેટે કરવા. ખાધા પછી દોઢેક કલાકના સમય બાદ જ આસનો કરવા. આસનો કર્યા પછી કલાક સુધી ભોજન ન કરવું.
- યોગ ઘરમાં, બગીચા, યોગા ક્લાસિસ કે કોઈ શાંત જગ્યાએ પણ અને ગમે તે સમયે કરી શકાય છે.
- એક વખત ઉતારેલું વજન જાળવી રાખવા માટે યોગ સારો અને સરળ રસ્તો છે.
- દિવસમાં ૪૫ મિનિટથી ૬૦ મિનિટ યોગ કરવા જોઇએ. યોગ એ વ્યક્તિના મેટાબોલિઝમને સીધી રીતે અસર કરે છે. આ ઉપરાંત શરીરના જુદા જુદા હોર્મોન્સને બેલેન્સ કરે છે.


