ઉનાળામાં ડુંગળી ખાવાથી થાય છે અનેક ફાયદાઓ, જાણીલો તમે પણ ....
અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે લોકો વધુ પડતી આ ગરમીના કારણે અકળાયા છે. લોકો ગરમીથી રાહત મેળવવા માટે શેરડીનો રસ પણ પીતા હોય છે . ત્યારે આપણા ઘરમાં રોજ રસોઈમાં ઉપયોગમાં લેવામાં આવતી ડુંગળીમાંથી આપણને અનેક ફાયદા થાય છે . આપણે ડુંગળીનું શાક તરીકે તેમજ સલાડમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ . શું તમે જાણો છે કે ડુંગળીમાંથી દવા પણ બનવવામાં આવે છે .ડુંગળી ખાવાથી અનેક ફાયà
Advertisement
અત્યારે ઉનાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે લોકો વધુ પડતી આ ગરમીના કારણે અકળાયા છે. લોકો ગરમીથી રાહત મેળવવા માટે શેરડીનો રસ પણ પીતા હોય છે . ત્યારે આપણા ઘરમાં રોજ રસોઈમાં ઉપયોગમાં લેવામાં આવતી ડુંગળીમાંથી આપણને અનેક ફાયદા થાય છે . આપણે ડુંગળીનું શાક તરીકે તેમજ સલાડમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ . શું તમે જાણો છે કે ડુંગળીમાંથી દવા પણ બનવવામાં આવે છે .
ડુંગળી ખાવાથી અનેક ફાયદા પણ થાય છે .ડુંગળીમાં એન્ટી-ઓક્સીડેન્ટ તત્વો હોય છે જે શરીરને ગરમીમાં લડવાની શક્તિ આપે છે. ડુંગળીમાં વિટામિન એ, બી -6, બી-કોમ્પ્લેક્સ અને સી પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. ડુંગળીમાં આયર્ન, ફોલેટ અને પોટેશિયમ જેવા મિનરલ્સ પણ ભરપૂર હોય છે. આજે તમને ઉનાળામાં ડુંગળી ખાવાથી થતા ફાયદા વિશે જણાવીએ.
ઉનાળામાં ડુંગળી ખાવાના 4 ફાયદા
લૂથી બચી શકાય
દર વર્ષે ઉનાળામાં ઘણા લોકોને લૂ લાગવાને કારણે તબિયત બગડતી હોય છે . ડુંગળીનું સેવન કરવાથી લૂની સમસ્યાથી બચવામાં ઘણી હદ સુધી મદદ મળી શકે છે. વાસ્તવમાં ડુંગળીમાંથી પુરતા પ્રમાણમાં પાણી મળે છે . જે જરૂર પડ્યે શરીરમાં પાણીની ઉણપને પૂર્ણ કરે છે. ઉનાળામાં ડુંગળીનું નિયમિત સેવન કરવું જોઈએ.
ચક્રકર આવવાથી બચી જશે
વધુ પડતી ગરમી કે તડકામાં લાંબા સમય સુધી ચાલવાને કારણે ચક્કર આવવાની સમસ્યા દરેક વ્યક્તિને થાય છે, પરંતુ જો આપણે ઘરની બહાર નીકળતી વખતે ડુંગળીનો રસ પીએતો તડકા અને ચક્કરથી બચી શકાય છે.
નાકમાંથી લોહી નીકળવું
ઉનાળામાં વધુ પડતી ગરમીને કારણે કેટલાક લોકોને નસકોરી ફૂટે છે. આ વખતે અસહ્ય ગરમીના લીધે લોકો પણ ગરમીથી ત્રાહિમામ થયા છે . કાચી ડુંગળી કાપીને તેને સુંઘવાથી આરામ મળે છે, તેથી જ્યારે પણ તમે આ દિવસોમાં બહાર જાવ ત્યારે ડુંગળી તમારી સાથે રાખી શકો છો.
પેશાબમાં બળતરા
ઉનાળાના દિવસોમાં લોકોને વારંવાર પેશાબમાં બળતરા થતી હોય છે. જો કે, આવું થવાનું કારણ કંઈપણ હોઈ શકે છે, પરંતુ તે ઉનાળામાં વધુ થાય છે. તેનાથી બચવા માટે ડુંગળીનો રસ પાણીમાં ભેળવીને પીવો ખૂબ જ ફાયદાકારક છે


