Rajkot જિલ્લા BJP માં ખળભળાટ...વોટ્સએપ ગ્રુપમાં કકળાટ!
રાજકોટ શહેર અને જિલ્લામાં ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. રોડ અને રસ્તા મુદ્દે ભાજપમાં આંતરિક ઘમાસાણ થવા પામ્યું છે.
Advertisement
રાજકોટ શહેર અને જિલ્લા ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. રાજકોટ ભાજપના વોટ્સ એપ ગ્રુપમાં રાજાનામાનો કકળાટ ઉભો થવા પામ્યો છે. રોડ અને રસ્તા મુદ્દે ભાજપમાં આંતરિક ઘમાસાણ જોવા મળી રહ્યું છે. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાને પણ નિશાન તાકવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. કોટડા સાંગાણી ભાજપના ગ્રુપમાં કેબિનેટ મંત્રી સામે નારાજગી જોવા મળી રહી છે. રોડની હાલતનો કચવાટ ભાજપના ગ્રુપમાં જ ઠલવાયો છે. રાજકોટ શહેરમાં રોડ રસ્તા મુદ્દે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ભાજપ સ્થાનિક નેતા એક બાદ એક રાજીનામા આપવામાં આવ્યા છે. વોર્ડ નંબર 12 ના કાર્યકર મહેશ રાઠોડ દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે. ભાજપ શહેર પ્રમુખ માધવ દવેને રાજીનામું મોકલ્યું છે.
Advertisement


