મહેસાણા જિલ્લા માં એક પણ એક્ટિવ કેસ નહી, તંત્રએ કરી આ તૈયારી
રાજ્યમાં કોરોના વાઇરસ ની ફરી એન્ટ્રી થઈ છે.ત્યારે મહેસાણા જિલ્લામાં પણ તંત્ર હરકતમાં આવ્યું છે.જો કે હજુ સુધી મહેસાણા જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.પણ આગામી સમયમાં કોરોનાની સ્થિતિ વકરે તેવા સંજોગોને પહોંચી વળાય તે માટે મહેસાન જિલ્લામાં તંત્ર દ્વારા તૈયારી આરંભી દેવાઈ છે.મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તાલુકા અને ગ્રામ્ય સ્તરે પà«
Advertisement
રાજ્યમાં કોરોના વાઇરસ ની ફરી એન્ટ્રી થઈ છે.ત્યારે મહેસાણા જિલ્લામાં પણ તંત્ર હરકતમાં આવ્યું છે.જો કે હજુ સુધી મહેસાણા જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.પણ આગામી સમયમાં કોરોનાની સ્થિતિ વકરે તેવા સંજોગોને પહોંચી વળાય તે માટે મહેસાન જિલ્લામાં તંત્ર દ્વારા તૈયારી આરંભી દેવાઈ છે.
મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તાલુકા અને ગ્રામ્ય સ્તરે પી એચ સી અને સી એચ સી સેન્ટર ઉપર ઉભા કરાયેલા ઓક્સિજન પ્લાન્ટ ની ચેકીંગ અને મેન્ટેનન્સ ની સૂચના આપી દેવાઈ છે.મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા સિવિલ હોસ્પિટલમાં હાલ પ્રતિ મિનિટ 1500 લીટર ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે.તો સિવિલ હોસ્પિટલ પાસે હાલમાં 245 વેન્ટિલેટર ની સગવડ ઉપલબ્ધ છે.
જો કે, હોસ્પિટલ ડીમોલેશનમાં હોવાને કારણે 65 દર્દી દાખલ થઈ શકે તેવી વ્યવસ્થા છે.તો બીજી તરફ ટેસ્ટિંગ માટે જિલ્લામાં કડી, મહેસાણા,વિસનગર,વડનગર અને મહેસાણા ખાતે લેબોરેટરી ની સગવડ ઉપલબ્ધ છે.જેમાં રોજના 6000 સેમ્પલ ટેસ્ટ થઈ શકે તેવી વ્યવસ્થા છે.તો બીજી તરફ જિલ્લા આરોગ્ય તંત્ર ધ્વારા અગમ ચેતી ને લઈ સેમ્પલ માં કરાયો વધારો કરી દેવાયો છે.જિલ્લા માં કોવિન વેબસાઈટ મુજબ અંદાજીત 16 લાખ 58 હજાર 54 લોકોએ વેકસીન નો પ્રથમ ડોઝ લીધો છે.
તો હજુ 2 લાખ 96 હજાર 724 લોકોએ પ્રથમ ડોઝ પણ નથી લીધો. જે મુજબ 15.09 % લોકોને વેકસીન નો પ્રથમ ડોઝ લેવાનો બાકી છે.તો 15 લાખ 96 હજાર 496 લોકો એ વેકસીન નો બીજો ડોઝ લીધો છે. પ્રથમ ડોઝ લીધા બાદ હજુ 61 558 લોકોએ બીજો ડોઝ નથી લીધો.જિલ્લા માં 5 લાખ 11 હજાર 213 નાગરિકો એ પ્રિકોશન ડોઝ લીધો છે. એટલે કે જિલ્લા ના માત્ર ત્રીજા ભાગના નાગરિકોએ જ પ્રિકોશન ડોઝ લીધો હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


