Dada Sarkar 2.0: મંત્રી મંડળ વિસ્તરણને લઈને મોટો ધડાકો, આ ત્રણ નેતાઓને એટલે પડતા મુકાયા!
નવા મંત્રીમંડળમાં ભાજપે બધાને ચોંકાવ્યા છે. જે નેતાઓના નામની ખૂબ ચર્ચા હતી, તેમને મંત્રી પદ મળ્યું નથી. જયેશ રાદડિયા (જેમનું નામ DyCM સુધી ચર્ચાયું હતું), અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલને મંત્રીમંડળમાં જગ્યા મળી નથી. ભાજપે યુવા છતાં જાણીતા નેતાઓને બદલે નવા ચહેરાઓને તક આપી છે.
Advertisement
- ભૂપેન્દ્રભાઈના મંત્રીમંડળ 2.0 બાદ સૌથી મોટી ચર્ચા
- કેટલાંક સૌથી વધુ ચર્ચાયેલાં નામને ફરી ન મળ્યું સ્થાન
- ભાજપે સરપ્રાઈઝ આપવાની રણનીતિ ફરીવાર જાળવી
- આખરે જયેશ રાદડિયાને કયા કારણે ન મળ્યું સ્થાન?
- છેક ડેપ્યુટી સીએમ સુધીના અનુમાનો પણ સ્થાન નહીં!
- જયેશ રાદડિયાને વિસાવદરમાં મળેલી નિષ્ફળતા નડી?
- મેન્ડેટ વિવાદ પણ જયેશ રાદડિયાને નડ્યાની ચર્ચા
- અલ્પેશ ઠાકોરને પણ ચર્ચાઓ છતાં ન મળ્યું સ્થાન
- સ્વરૂપજીને સ્થાન મળતાં અલ્પેશ ઠાકોરની બાદબાકી
- હાર્દિક પટેલનો રણટંકાર ન લાગ્યો મંત્રીમંડળમાં કામ
- ચર્ચા છતાં હાર્દિક પટેલે બહારથી જ સંતોષ માનવો પડશે
ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળ 2.0 નું વિસ્તરણ થયા બાદ સૌથી મોટી ચર્ચા એ છે કે ભાજપે પોતાની 'સરપ્રાઈઝ' આપવાની રણનીતિ જાળવી રાખીને કેટલાંક સૌથી વધુ ચર્ચાયેલાં નામોને ફરી સ્થાન આપ્યું નથી. પૂર્વ મંત્રી જયેશ રાદડિયાનું નામ ડેપ્યુટી સીએમ સુધી ચર્ચાયું હોવા છતાં, તેમને સ્થાન ન મળતાં આશ્ચર્ય સર્જાયું છે; જેમાં વિસાવદરમાં મળેલી નિષ્ફળતા અને મેન્ડેટ વિવાદ નડ્યાની ચર્ચા છે. એ જ રીતે, સતત ચર્ચામાં રહેલા અલ્પેશ ઠાકોરને પણ સ્વરૂપજીને સ્થાન મળતાં બાદબાકીનો સામનો કરવો પડ્યો છે. યુવા નેતા હાર્દિક પટેલનો રણટંકાર પણ મંત્રીમંડળમાં કામ ન લાગ્યો અને ચર્ચા છતાં તેમને બહારથી જ સંતોષ માનવો પડ્યો છે.જુઓ આ અંગનો સંપૂર્ણ અહેવાલ.....
Advertisement


