Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચર્ચા હતી તાઈવાન-ચીન યુદ્ધની અને આ બે દેશ વચ્ચે શરૂ થઇ ગયું War

છેલ્લા બે દિવસથી ચાઈના જાણે યુદ્ધના મિજાજમાં હોય તેવું લાગી રહ્યું હતું. અમેરિકી સ્પીકર નેન્સી પેલોસીના તાઈવાન પ્રવાસ બાદ ચીન ગુસ્સામાં આવી ગયું છે. વળી ચર્ચાઓ એવી થઇ રહી હતી કે કોઇ પણ સમયે ચીન તાઈવાન પર હુમલો કરી શકે છે. પરંતુ આ ચર્ચાઓ વચ્ચે બે અન્ય દેશો યુદ્ધમાં ઝોકાઇ ગયા છે. આજે પણ તમામ દેશોનું ધ્યાન યુક્રેન અને તાઈવાન પર યુદ્ધના જોખમ પર છે, જ્યા એક તરફ રશિયા યુક્રેન યુદ્ધ ચાલી à
ચર્ચા હતી તાઈવાન ચીન યુદ્ધની અને આ બે દેશ વચ્ચે શરૂ થઇ ગયું war
Advertisement
છેલ્લા બે દિવસથી ચાઈના જાણે યુદ્ધના મિજાજમાં હોય તેવું લાગી રહ્યું હતું. અમેરિકી સ્પીકર નેન્સી પેલોસીના તાઈવાન પ્રવાસ બાદ ચીન ગુસ્સામાં આવી ગયું છે. વળી ચર્ચાઓ એવી થઇ રહી હતી કે કોઇ પણ સમયે ચીન તાઈવાન પર હુમલો કરી શકે છે. પરંતુ આ ચર્ચાઓ વચ્ચે બે અન્ય દેશો યુદ્ધમાં ઝોકાઇ ગયા છે. 
આજે પણ તમામ દેશોનું ધ્યાન યુક્રેન અને તાઈવાન પર યુદ્ધના જોખમ પર છે, જ્યા એક તરફ રશિયા યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી તરફ તાઈવાન પર કોઇ પણ સમયે ચીન યુદ્ધ શરૂ કરી શકે છે તેવી આશંકાઓ છે. આ વચ્ચે તેનો ફાયદો ઉઠાવીને કેટલાક દેશો સૌથી મોટી રમત રમી રહ્યા છે. આ સમાચાર દરેક માટે આશ્ચર્યજનક છે અને વિશ્વમાં શરૂ થયેલ એક નાનકડું યુદ્ધ ટૂંક સમયમાં ભીષણ યુદ્ધમાં ફેરવાઈ શકે છે. અહીં અમે વાત કરી રહ્યા છીએ મધ્ય એશિયાના દેશ અઝરબૈજાનની. જેણે ફરી એકવાર પોતાના નાપાક હરકતોને અંજામ આપ્યો છે. 
તેણે તુર્કીમાંથી મળેલા ઘાતક Bayraktar ડ્રોનની મદદથી આર્મેનિયાના ઘણા હથિયારોનો નાશ કર્યો છે. આ સાથે તેણે આ દેશના નાગોર્નો-કારાબાખના ઘણા વિસ્તારો કબજે કર્યા છે. રશિયાએ બુધવારે અઝરબૈજાન પર વિવાદિત નાગોર્નો-કારાબાખ ક્ષેત્રમાં યુદ્ધવિરામ ભંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. જણાવી દઈએ કે, આ સંઘર્ષમાં ત્રણ જવાનો શહીદ થયા છે. આ ક્ષેત્રમાં છ અઠવાડિયાની લડાઈમાં 6,500થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા પછી રશિયાએ 2020માં યુદ્ધવિરામની વાટાઘાટ કરવામાં મદદ કરી. રશિયાએ અઝરબૈજાન અને આર્મેનિયન પ્રતિનિધિઓ સાથે પરિસ્થિતિને સ્થિર કરવા માટે પગલાં લેવાનું વચન આપ્યું હતું.
અઝરબૈજાને આ સંઘર્ષ માટે આર્મેનિયાને જવાબદાર ઠેરવ્યું છે. અઝરબૈજાનના સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કારાબાખ સૈનિકોએ લાચીન જિલ્લામાં હુમલામાં તેમના એક સૈનિકને મારી નાખ્યો. બાદમાં, અઝરબૈજાની સૈન્યએ દાવો કર્યો હતો કે બદલામાં, તેણે આ પ્રદેશ પર કબજો કરી લીધો હતો. જોકે, અજાણ્યા નાગોર્નો-કારાબાખ રિપબ્લિકની સેનાએ અઝરબૈજાન પર યુદ્ધવિરામનો ભંગ કરવાનો આરોપ મૂક્યો હતો, જેમાં તેના બે સૈનિકો મૃત્યુ પામ્યા હતા અને 14 અન્ય ઘાયલ થયા હતા.
Tags :
Advertisement

.

×